ગુજરાત પ્રશાસનમાં મોટી ફેરબદલ: સાત સિનિયર GAS અધિકારીઓની બદલી અને નિમણૂક, જુઓ આખું લિસ્ટ
ગુજરાત પ્રશાસનમાં મોટી ફેરબદલ: સાત સિનિયર GAS અધિકારીઓની બદલી અને નિમણૂક, જુઓ આખું લિસ્ટ
July 03, 2026 10:37 PM
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા રાજ્યના વહીવટી તંત્રમાં એક મહત્વનો નિર્ણય લેતા સિનિયર સ્કેલના ક્લાસ-૧ (Class-1) ના 7 જેટલા ગુજરાત વહીવટી સેવા (GAS) ના અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી અને નવી નિમણૂકના આદેશ જાહેર કરવામાં આવ્યા છે.
અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માની સહી સાથે બહાર પાડવામાં આવેલા આ નોટિફિકેશનમાં મુખ્યત્વે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) ના નિયામકોની મોટાપાયે અદલાબદલી કરવામાં આવી છે.