BREAKING NEWS

ભરુચની ફાર્મા કંપનીમાં રિએકટર ફાટતાં ભીષણ દુર્ઘટના: પાંચ શ્રમિકોનાં મોત, છની હાલત ગંભીર

  • October 17, 2026 01:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભચ જિલ્લામાં આવેલી ઔધોગિક વસાહત વાગરા જીઆઈડીસીમાં ગઈકાલે મોડી રાત્રે એક મોટી ઔધોગિક દુર્ઘટના સર્જાઈ હતી. અહીં આવેલી સેનઝીલ ફાર્મા કેમ પ્રાઈવેટ લિમિટેડ નામની ફાર્મા કંપનીમાં ૧૫ હજાર લિટરની ક્ષમતા ધરાવતા રિએકટરમાં પ્રચડં બ્લાસ્ટ થતાં પાંચ શ્રમિકોનાં ઘટનાસ્થળે જ મોત નીપયાં હતાં, યારે અન્ય છ શ્રમિકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને શોકનો માહોલ છવાઈ ગયો હતો.
પ્રા માહિતી અનુસાર, શુક્રવારે મોડી રાત્રે ફાર્મા કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક રિએકટરમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. ધડાકો એટલો પ્રચડં હતો કે આસપાસનો વિસ્તાર ધ્રૂજી ઊઠો હતો. જાણે ભૂકપં આવ્યો હોય તેવી અનુભૂતિ સ્થાનિક લોકોને થઈ હતી. ધડાકાનો અવાજ આશરે ૧૫ કિલોમીટર દૂર સુધી સંભળાયો હોવાની માહિતી છે.
અચાનક થયેલા આ ભયાનક ધડાકાથી આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા. ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બ્લાસ્ટની તીવ્રતા એટલી વધારે હતી કે ફેકટરીની મશીનરીને ભારે નુકસાન પહોંચ્યું હતું. રિએકટરના ભાગો તેમજ ફેકટરીના શેડને પણ મોટું નુકસાન થયું હતું.
આ દુર્ઘટનામાં પાંચ શ્રમિકોનાં ઘટનાસ્થળે જ મોત નીપયાં હતાં. યારે અન્ય છ શ્રમિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ભચની એપેકસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, યાં તેમની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ, મૃતક શ્રમિકોના મૃતદેહોને ભચ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
રિએકટરમાં બ્લાસ્ટ થયા બાદ ગેસ ગળતર જેવી સ્થિતિ સર્જાઈ હોવાની માહિતી પણ સામે આવી હતી. આના કારણે આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમાં વધુ ભય ફેલાયો હતો. ઔધોગિક એકમમાં થયેલી આ દુર્ઘટનાએ સલામતી વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા કર્યા છે.
ફાર્મા કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આટલો મોટો બ્લાસ્ટ કયા કારણોસર થયો, તે અંગે તપાસમાં જ સ્પષ્ટ્રતા થઈ શકશે.
રિએકટરમાં થયેલા વિસ્ફોટનું ચોક્કસ કારણ, સલામતીનાં પગલાં અને દુર્ઘટના પાછળની સંભવિત બેદરકારી અંગે સત્તાવાર તપાસના તારણોની રાહ જોવાઈ રહી છે. આ ઘટનામાં પાંચ શ્રમિકોનાં મોતથી ઔધોગિક વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application