ઉનાળામાં, હંમેશા કંઈક ઠંડુ અને રિફ્રેશિંગ ડ્રિંક પીવાની ઇચ્છા થતી રહે છે. આમાંથી એક લસ્સી છે. ઢાબા પર મળતી ક્રીમી પંજાબી લસ્સી માત્ર સ્વાદમાં જ સ્વાદિષ્ટ નથી પણ શરીરને અંદરથી ઠંડુ પણ રાખે છે. ઉનાળામાં, મોટાભાગના લોકો ઘરે લસ્સી બનાવવાની તર્યા કરતા હોય છે કરે છે પરંતુ ઢાબામાં મળે છે એ પ્રકારની ક્રીમી લસ્સી બનાવી શકતા નથી. પણ જો કેટલીક ટિપ્સ વિષે ખ્યાલ હોય તો આ લસ્સીને બનાવવી પણ શેલી છે. જેની મદદથી ઘરે જ બનાવી શકશો પંજાબી ઢાબા સ્ટાઇલ લસ્સી. તો જાણી લો આ સ્વાદિષ્ટ અને રિફ્રેશિંગ લસ્સી બનાવવાની ટિપ્સ અને ટ્રિક્સ વિશે.
પંજાબી લસ્સી બનાવવા માટેની સામગ્રી
ક્રીમી પંજાબી લસ્સી બનાવવા માટે - જાડું દહીં (1 કપ), ફુલ ક્રીમ દૂધ (1/2 કપ), બરફના ટુકડા, ખાંડ (1/4 કપ), એલચી પાવડર (1/2 ચમચી) અથવા ગુલાબજળ (1/2 ચમચી),ડ્રાય ફ્રુટની જરૂર પડશે.
રીત:
ખાસ પંજાબી ઢાબા લસ્સી બનાવવા માટે પહેલા દૂધ, દહીં, બરફના ટુકડા અને ખાંડને મિક્સરમાં નાખો. સંપૂર્ણપણે ઠંડુ દૂધ અને દહીં લેવું જે લસ્સીને વધુ સ્વાદિષ્ટ બનાવશે. બીજી એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે દહીં ઘરે બનાવેલું અને ખૂબ જ ઘટ્ટ હોવું જોઈએ. જે લસ્સીનો સ્વાદ અને ટેક્સચર બંને વધારશે. લસ્સીનો સ્વાદ વધારવા માટે તેમાં એક ચપટી એલચી પાવડર અથવા ગુલાબજળ ઉમેરી શકો છો. હવે આ બધી વસ્તુઓને લગભગ એક મિનિટ માટે મિક્સ કરો.
લસ્સીને ગ્લાસ અથવા કુલ્હડમાં કાઢો અને તેને ડ્રાયફ્રૂટના ટુકડાથી ગાર્નીશ કરો. પીરસતી વખતે તેના ઉપર થોડી ખાંડ પાવડર એટલે કે બુરું અને થોડી ક્રીમ પણ ઉમેરી શકો છો. જે લસ્સીના સ્વાદમાં વધુ વધારો કરશે. બસ તૈયાર છે પંજાબી ઢાબા સ્ટાઇલ ક્રીમી લસ્સી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદ વિમાન દુર્ઘટના: DNA સેમ્પલ મેચનો આંક 80 થયો, 33 મૃતદેહ પરિવારને સોંપાયા
June 15, 2025 11:39 PMગુજરાતના પનોતા પુત્રને વિદાય: રૂપાણીના નિધનથી રાજકીય શોક
June 15, 2025 08:53 PMઅમદાવાદ વિમાન દુર્ઘટના RATને કારણે થઈ! ભૂતપૂર્વ યુએસ નેવી પાઇલટે કર્યો ખુલાસો
June 15, 2025 06:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech