BREAKING NEWS

૪૦૦૦ કરોડનું બજેટ ધરાવતી 'રામાયણ'ના પ્રમોશન પાછળ જ મેકર્સ ખર્ચશે ૩૭૫ કરોડ

  • July 25, 2026 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય સિનેમાના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી ભવ્ય અને મોંઘી ફિલ્મ બનાવવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી 'રામાયણ'નો કુલ ખર્ચ આશરે ૪,૦૦૦ કરોડ જેટલો અંદાજવામાં આવ્યો છે. ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન શ્રી રામના પાત્રમાં, સાંઈ પલ્લવી સીતાજી અને સાઉથ સુપરસ્ટાર યશ રાવણની ભૂમિકામાં જોવા મળશે.૨૪ જુલાઈના રોજ ચાહકો ફિલ્મ વિશેના મોટા અપડેટ કે ટ્રેલરની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, પરંતુ મેકર્સે ટ્રેલરની તારીખ આગળ ધકેલી દેતાં ફેન્સ થોડા નારાજ થયા છે. જોકે, આ દરમિયાન ફિલ્મના માર્કેટિંગ અને પ્રમોશન બજેટને લઈને એક એવો આંકડો સામે આવ્યો છે, જેને સાંભળીને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે.રિપોર્ટસ મુજબ, જાણીતા ઈન્ટરનેશનલ સ્ટુડિયો 'સોની પિક્ચર્સ'એ આ ફિલ્મ આંતરરાષ્ટ્રીય સ્તરે રિલીઝ કરવા માટેના ઈન્ટરનેશનલ ડિસ્ટ્રિબ્યુશન રાઈટ્સ ખરીદ્યા છે. ફિલ્મને ગ્લોબલ લેવલ પર પહોંચાડવા માટે સોની પિક્ચર્સ માત્ર ઈન્ટરનેશનલ પ્રમોશન પર આશરે ૨૩૫ કરોડ ખર્ચ કરવા જઈ રહ્યું છે.આ સિવાય ભારતીય મેકર્સ પોતે પણ પ્રમોશન પાછળ વધારાના ૧૪૦ કરોડ રોકશે. આમ, બંને મળીને માત્ર ફિલ્મના પ્રમોશન અને માર્કેટિંગ પાછળ કુલ ૩૭૫ કરોડથી વધુનો ધુમાડો કરવાના છે. ભારતમાં તો આટલા બજેટમાં ૪-૫ મોટા બજેટની હિટ ફિલ્મો બની જતી હોય છે.સામાન્ય રીતે કોઈ ભારતીય ફિલ્મ માટે વિશ્વ સ્તરે આટલું મોટું પ્રમોશન બજેટ ક્યારેય ફાળવવામાં આવ્યું નથી. ૨૪ જુલાઈના રોજ સાન ડિએગો કોમિક-કોન (Comic-Con) ખાતે ફિલ્મની ટીમે હાજરી આપીને ગ્લોબલ માર્કેટિંગ કેમ્પેઈનની જાહેરાત કરી હતી.આ ફિલ્મ માત્ર બજેટના હિસાબે જ નહીં પરંતુ કલાકારો અને ટેકનિશિયનોના મામલે પણ અનોખી છે. ફિલ્મનું સંગીત ઓસ્કાર વિજેતા મ્યુઝિક ડિરેક્ટર હંસ ઝિમર અને એ.આર. રહેમાન સાથે મળીને તૈયાર કરી રહ્યા છે. 'રામાયણ' નો પહેલો ભાગ ૨૦૨૬ ના દિવાળીના તહેવાર પર અને બીજો ભાગ ૨૦૨૭ માં સિનેમાઘરોમાં રિલીઝ કરવાની યોજના છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News