મલાઈકાએ થાર રોકસ ખરીદી, ચુસ્ત કપડાંમાં પૂજા કરતા જબરી ટ્રોલ થઈ
મલાઈકાએ થાર રોકસ ખરીદી, ચુસ્ત કપડાંમાં પૂજા કરતા જબરી ટ્રોલ થઈ
August 05, 2026 02:11 PM
મલાઈકા અરોરાએ ૨૩.૫૩ લાખની કાર ખરીદી છે. સોશિયલ મીડિયા પર કેટલાક લોકો તેને અભિનંદન આપી રહ્યા છે, તો કેટલાક લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાએ પોતાના માટે એક વૈભવી કાર ખરીદી છે. કાર સાથે મલાઈકાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કેટલાક લોકો મલાઈકા અરોરાને કાર માટે અભિનંદન આપી રહ્યા છે. તે જ સમયે, કેટલાક લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. મલાઈકા નવી કારની પૂજા કરી રહી છે, પરંતુ લોકોને તે જે રીતે કરી રહી છે તે પસદં નથી આવ્યું. સોશિયલ મીડિયા પર મલાઈકા અરોરાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે પોતાની કારની પૂજા કરતી જોવા મળી રહી છે. આ વાયરલ વીડિયોમાં, મલાઈકા અરોરા ઘેરા ચશ્મા અને બોડી–ટાઈટ કો–ઓર્ડર સેટ પહેરેલી જોવા મળી રહી છે. મલાઈકા કારની પૂજા કરતી વખતે ચપ્પલ પણ પહેરી રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સને પૂજા દરમિયાન મલાઈકાનો પોશાક પસદં નથી આવ્યો. એક યુઝરે મલાઈકા અરોરાનો વીડિયો શેર કર્યેા અને લખ્યું, મલાઈકા અરોરાએ નવી કાર ખરીદી છે અને તેની પૂજા કરી રહી છે. પૂજા દરમિયાન સાડી કે સલવાર–સૂટ પહેરવાને બદલે આટલો ચુસ્ત પોશાક પહેરવો યોગ્ય નથી લાગતો. બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાએ ચમકતી એસયુવી, થાર રોકસ ખરીદી છે. આ કારની કિંમત વિશે વાત કરીએ તો, ભારતીય બજારમાં આ કારની કિંમત ૧૨.૩૯ લાખ રૂપિયાથી ૨૩.૫૩ લાખ રૂપિયા સુધીની છે.