BREAKING NEWS

સોશિયલ મીડિયામાં વીડિયો બનાવી ગૃહમંત્રીને ગાળો ભાંડનાર, ધમકી આપનાર શખસની શોધ

  • March 09, 2026 03:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોશિયલ મીડિયામાં એક ટપોરીએ વીડિયો બનાવી રાજ્યના ગૃહમંત્રીને ગાળો ભાંડી ખૂનની ધમકી આપી હતી. ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈની તરફેણ કરી તદ્દન અભદ્ર ભાષામાં વીડિયો બનાવી વાયરલ કરનાર શખસ કથિત રીતે કોઠારીયા સોલવંટના રસુલપરામાં રહેતો હોવાનું સામે આવ્યું છે. જે મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બીજી તરફ રસુલપરા સુન્ની મુસ્લિમ જમાતે પોલીસ કમિશનર કચેરીએ આવેદનપત્ર પાઠવી આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા અરજી કરી હતી.


કથિત રીતે કોઠારિયા વિસ્તારના રસૂલપરામાં રહેતા આશીફ નામના શખસે વીડિયો બનાવી બેફામ વાણી વિલાસ કર્યો હતો. અમેરિકા અને ઈઝરાયેલ સાથેના યુદ્ધમાં માર્યા ગયેલા ઇરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનેઇની તરફેણ કરી અત્યંત અભદ્ર ભાષામાં આ વિડીયો આશીફે બનાવ્યો હતો. તેણે રાજ્યના ગૃહમંત્રી વિશે બેફામ ટિપ્પણી કરી હતી. તેણે ગૃહમંત્રીને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી દીધી હતી.


એટલું જ નહીં, તેણે રાજકોટ પોલીસને પણ ખુલ્લેઆમ ચેલેન્જ આપી હતી. ખાખીનો સહેજ પણ ખૌફ ન હોય તેવી રીતે વીડિયો બનાવી બેફામ વાણી વિલાસ કરતા શખસનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે ચર્ચા જાગી છે.


સમગ્ર મામલે સુન્ની મુસ્લિમ આમ જમાત (રસુલપરા) દ્વારા પોલીસ કમિશ્નરને આવેદનપત્ર પાઠવી લેખિત રજુઆત કરવામાં આવી છે. મુસ્લિમ આગેવાનોએ પોલીસને જણાવ્યું હતું કે, આસિફ નામનો શખસ અગાઉ રસુલપરામાં રહેતો હતો. તે અગાઉ મોબાઈલ ચોરી સહિતના ગુનામાં સંડોવાઈ ચુક્યો છે. આસિફે ગૃહમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ અભદ્ર ભાષામાં વિડીયો કર્યો છે જેની સાથે રસુલપરામાં રહેતા મુસ્લિમ સમાજને કોઈ જ પ્રકારનો સંબંધ નથી. તે હાલ અહીં રસુલપરામાં રહેતો પણ નથી. વધુમાં આસિફ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા રજુઆત કરાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News