જામનગર : લાલપુરમાં દેશી સાથે વિડીયો વાયરલ કરનાર પકડાયો
જામનગર : લાલપુરમાં દેશી સાથે વિડીયો વાયરલ કરનાર પકડાયો
January 10, 2026 05:25 PM
લાલપુર ટાઉન વિસ્તારમાં એક શખ્સ પીધેલી હાલતમાં પોટલી સાથે લવારી કરતો હોય એવો વિડીયો વાયરલ થયો હતો જેના આધારે પોલીસ હરકતમાં આવીને વિડીયોના આધારે આ શખ્સને પકડી લેવાયો હતો દરમ્યાન દારૂ આપનાર લાલપુરના શખ્સની પણ અટકાયત કરી હતી અને બંનેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
જામનગર જીલ્લા પોલીસ અધીક્ષક ડો. રવિ મોહન સૈની તથા લાલપુર નાયબ પોલીસ અધીક્ષક પ્રતિભાએ જિલ્લામાંથી દારૂ વેચાણની બદી નાબુદ કરવા કડક કામગીરી કરવા સુચના કરેલ હોય ગત તા. ૮ના રોજ ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો જોવામાં આવેલ જેમા એક ઇસમ લાલપુર ટાઉનના ધરારનગર વિસ્તારમાં જાહેરમાં દારૂ પીતો જોવામાં આવેલ જે સુચના આધારે તાબાના સ્ટાફના માણસોએ તાત્કાલીક વિડીયોની ખરાઇ કરી વિડીયોમાં દેખાયલ ઇસમને પકડી પાડી અરોપી ખંડુ ઉર્ફે ભાવેશ જેતરે મોરે (ઉ.વ.૨૫) રહે. હાલ ગોવાણા ગામ વાડી વિસ્તાર, લાલપુર મુળ રહે.
ટેમ્બા ગામ તા. શાહદા જી. નંદુરબાર મહારાષ્ટ્રને પકડી પાડી આરોપી વિરુઘ્ધ લાલપુર પોલીસ સ્ટેશનના સી-પાર્ટ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
આરોપીની પુછપરમાં ઇસમ મજુરકામ કરતા હોય દારૂ પીવાની ટેવવાળો હોય અને લાલપુરના ધરારનગરમાં ચીકનવાળાની દુકાનવાળાને ત્યારથી દારૂ મેળવેલ અને પોતે નશામાં હોય જેથી ત્યા એક અજાણ્યા ઇસમે તેનો વિડીયો ઉતારેલ અને તેને કહેલ તે મુજબ પોતે નશામાં પોલીસ વિશે બોલેલ હોવાનું જણાવેલ દારૂ પુરો પાડનાર આસીફ હાસમ ધુધા રહે. ધરારનગર લાલપુરવાળા વિરુઘ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.