BREAKING NEWS

ચેક પરત કેસમાં સજાના વોરંટ બાદ નાસતો ફરતો કોઠારીયા સોલવન્ટનો શખસ ઝડપાયો

  • November 21, 2025 03:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભક્તિનગર પોલીસે શખસને કોઠારીયા ચોકડી પાસેથી પકડી પાડી વોરંટની બજવણી કરી હતી

ચેક પરત કેસમાં સજાનું વોરંટ નીકળ્યા બાદ કોઠારીયા સોલવન્ટમાં રહેતા શખસને ભક્તિનગર પોલીસે કોઠારીયા ચોકડી એથી દબોચી લઈ વોરંટની બજવણી કરી હતી.

વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા, વચગાળાના જામીનથી ફરાર તથા કોર્ટના સજાના વોરંટમાં ઘણા સમયથી ફરાર આરોપીઓને પકડી પાડવા ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા અપાયેલી સૂચનાના પગલે ભક્તિનગર પોલીસ સ્ટેશનના પી.આઈ મયુરધ્વજસિંહ.એમ. સરવૈયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. જે.જે. ગોહિલની રાહબરી હેઠળ હેડ કોન્સ્ટેબલ કેતનભાઇ બોરીચા,પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ જાડેજા સહિતનો સ્ટાફે નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના ગુનામાં રાજકોટ કોર્ટે આપેલ સજાના વોરંટમાં નાસતો ફરતો આરોપી હિતેશ રમેશચંદ્રભાઇ કુબાવત(રહે કોઠારીયા સોલ્વન્ટ હાઉસીંગ બોર્ડ ક્વાર્ટર નંબર ૨૯૧, મોમાઈ ડેરી પાસે ગોંડલ રોડ)ને કોઠારીયા ચોકડી પાસેથી પકડી લઈ વોરંટની બજવણી કરી હતી.

આરોપી હિતેશ રમેશચંદ્રભાઇ કુબાવત છેલ્લા બે માસથી સજાના વોરંટની બજવણીથી બચવા નાસતો ફરતો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.આ કામગીરીમાં પી.એસ.આઈ. જે.જે.ગોહિલ, હેડ કોન્સ્ટેબલ કેતનભાઇ બોરીચા, પોલીસ કોન્સ્ટેબલ વસંતભાઈ બાલાસરા, ભગીરથસિંહ જાડેજા અને વિજયભાઈ જોશી સાથે રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application