જાણવા મળતી વિગતો મુજબ, યુવાધનને ખુવાર કરનાર નશાનો વેપલો કરનારા શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાના પગલે ડીસીપી ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ અને એસીપી ક્રાઈમ બી.બી. બસીયાના માર્ગદર્શન હેઠળ શહેરના પેડક રોડ પર ગાંધી સ્મૃતિ સોસાયટી શેરી નંબર 2 માં રહેતા હર્ષ દેવાભાઈ ચાવડીયા (ઉ.વ 19) વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી અધિક પોલીસ મહા નિર્દેશક સીઆઇડી ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાતને મોકલવામાં આવી હતી. જે દરખાસ્ત પર મંજૂરીની મહોર લગાવી પોલીસ મહાન નિર્દેશક, સીઆઇડી ક્રાઈમએ કાયદાની કલમ 3 હેઠળ આરોપીને અટકાયત લેવામાં હુકમ કરી વોરંટ ઇશ્યુ કર્યું હતું. જેથી રાજકોટ એસ.જી.ની ટીમે આરોપી હર્ષ ચાવડીયાની અટકાયત કરી તેને સબ જેલ રાજપીપળા નર્મદા ખાતે જેલ હવાલે કરવા તજવીજ હાથ ધરી છે.
આરોપી વિરુદ્ધ વર્ષ 2024 માં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધાયો હતો. આરોપીને જેલહવાલે કરવાની આ કામગીરીમાં એસ.ઓ.જી.પી.આઇ.એસ.એમ.જાડેજાની રાહબરી હેઠળ પી.એસ.આઇ.વી.વી.ધ્રાંગુ તથા એ.એસ.આઈ વિરેન્દ્રસિંહ ઝાલા, અરૂણભાઇ બાંભણિયા, હેડ કોન્સ્ટેબલ ભુપેન્દ્રસિંહ ઝાલા, ઇન્દ્રસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ ગોહિલ, કોન્સ્ટેબલ હાર્દિકસિંહ પરમાર સહિતની ટીમ સાથે રહી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર એસ.ઓ.જી. દ્વારા લાલપુર ખાતે NDPS અંગે સેમિનાર યોજાયો
June 18, 2025 07:07 PMદેવભૂમિ દ્વારકા..જિલ્લામાં ત્રણ વર્ષમાં રૂ.100 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
June 18, 2025 06:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech