આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
રાજકોટ સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પૂર્વે પોલીસની અસરકારક કામગીરીના ભાગરૂપે હથીયાર સાથે મહિલા સહિત બે શખસોને ઝડપી લીધા છે. જેમાં એસઓજીની ટીમે મહિલા પેડલર અફરોજ ઉર્ફે ફરીનને પિસ્ટલ સાથે ઝડપી લીધી હતી. બાદમાં હથીયાર સપ્લાય કરનાર પાલનપુરનો અઝહરખાનને પણ એસઓજીની ઝડપી લઈ બંનેને રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઈમ ભરત બસીયા દ્વારા ગેરકાયદેસર હથિયાર રાખનારા શખસો વિરુધ્ધ કડક કાર્યવાહીની આપેલ સૂચનાથી એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાની રાહબરીમાં પીએસઆઇ વી.વી.ધ્રાંગુ તગા ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન એએસઆઇ ફિરોજભાઈ રાઠોડ તથા ઇન્દ્રસિંહ જાડેજાને મળેલ ચોક્કસ બાતમીના આધારે કાલાવડ રોડ ઇસ્કોન મંદિર પાછળ રતન વિલાસ પેલેસની સામે આવેલ આદિત્ય-૭૯ હાઉસીંગ કો. ઓપરેટીવ સર્વિસ સોસાયટી બ્લોક નં. એચ/૧૦૮ માં રહેતી મહિલા પાસે ગેરકાયદેસર દેશી બનાવટની પીસ્ટલ હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે ટીમે દરોડો પાડ્યો હતો.એસઓજીની ટીમે ત્યાંથી હાજર અફરોજબેન ઉર્ફે ફરીન ઇલીયાસ આરબીયાણી (ઉ.વ.૩૮) ની ધરપકડ કરી દેશી બનાવટની પીસ્ટલ કબજે કરી હતી. મહિલાએ આ હથીયાર પાલનપુરના અઝહરખાન પઠાણ નામના શખસે સપ્લાય કર્યાની કબૂલાત આપતાં એસઓજીની ટીમે પાલનપુરના અઝહરખાન પઠાણને પણ ઝડપી લીધો હતો.પીસ્ટલ સાથે ઝડપાયેલી અફરોજબેન ઉર્ફે ફરીન વિરુદ્ધ અગાઉ બનાસકાંઠાના આગથળા પોલીસ મથકમાં એનડીપીએસનો ગુનો નોંધાઈ ચૂકયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
જામનગર જિલ્લામાં સરકારી કચેરીઓથી લઈ ધાર્મિક સ્થળો સુધી વ્યાપક સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ
જામનગર ક્રિકેટ બંગલાના સ્વીમીંગ પુલમાં પ્રદૂષિત પાણી
જામનગરમાં શ્ર્વાન પર ક્રૂરતા આચરનાર આરોપીની અટકાયત
જામનગરના ગાડુકા સીમમાંથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સ પકડાયો
અવિનાશ મિશ્રાએ સશક્ત અભિનયથી સંજય કપૂરને ઢાંકી દીધો
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech