પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં યુવાનની હત્યાનો પ્રયાસ કરનાર શખ્શને પોલીસે પકડી પાડયો છે. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતો સાગર બાબુ સલેટ નામનો યુવાન ગત તા. ૩૦ની સાંજે ભાટીયા બજારમાં આવેલ દુકાને નાસ્તો લેવા જતો હતો ત્યારે જુરીબાગ શેરી નં.૧૧માં રહેતા પ્રકાશ નાનજી કોટીયા નામના શખ્શે તેની સામે જોવા બાબતે ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ પ્રકાશે ગુસ્સામાં આવીને સાગરને છરીનો ઉંડો ઘા મારી દેતા સાગરને લોહીલુહાણ હાલતમાં સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં છરીનો ઉંડો ઘા લાગવાથી સાગરના આંતરડામાં કાણા પડી ગયા હોવાથી ઓપરેશન કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ સાગરના નાનાભાઇ અનિલે સાગર પર હુમલો કરી હત્યાના પ્રયાસ અંગે પ્રકાશ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી પ્રકાશને ગણતરીની કલાકોમાં જ ઝડપી લધો હતો અને તેની વધુ પૂછપરછ હાથ ધરી છે.