દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખાના સુદર્શન સેતુ પર ખુલ્લી છરી સાથે વિડીયો બનાવી સોશિયલ મિડીયામાં વાયરલ કરાયો હતો જે પ્રકરણમાં ઓખા પોલીસે આરોપી શખસને ગાંધીનગરથી દબોચી લીઘો હતો.
ઓખા પોલીસે અહીના સુદર્શન સેતુ પર ખુલ્લી છરી સાથે વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરનાર અરજણજી ભીખાજી ઠાકોર (રે. દેથળી)ની પોલીસે ગાંધીનગરથી અટકાયત કરી હતી. લગભગ બે માસ પુર્વેના બનાવમાં પોલીસે આરોપીને સ્થાનિક કોર્ટમાં રજૂ કરાતા અદાલતે તેને રોકડ દંડ ફટકાર્યો હતો. બીજી બાજુ આ ઘટનાનો માફી માંગતો વીડિયો પણ વાયરલ થયો છે.
અત્રે ઉલ્લેખનીય છેકે, આશરે બે માસ પૂર્વે ઓખા મંડળમાં આવેલા સુવિખ્યાત સુદર્શન સેતુ પર એક યુવાને જાહેરમાં ખુલ્લી છરી સાથે વીડિયો બનાવી રીલ સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી. જે ધ્યાને આવતા ઓખા મરીન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.જેની પોલીસ તપાસ દરમિયાન આ વીડિયો અરજણજી ભીખાજી ઠાકોર દ્વારા બનાવવામાં આવ્યો હોવાનું ખુલ્યું હતું. આ ગુના બદલ આરોપીનો માફી માંગતો વીડિયો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application