જામનગર શહેરમાં એક બાળાની સાથે શારીરીક અડપલા કરનાર શખ્સને પોલીસે પકડી પાડી જેલ હવાલે કર્યો છે.
જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતી એક બાળકીની એકલતાનો લાભ લઈને આ વિસ્તારમાં રહેતો ધર્મેશ પ્રકાશભાઈ સોલંકીએ બાળકીના શરીર સાથે અડપલાં કર્યા હતા.
જે દરમિયાન બાળકી એ બુમાબુમ કરી દેતાં છેડતી કરનાર ત્યાંથી ભાગી છૂટ્યો હતો. આ બનાવને સીટી-બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને બાળકીના પિતા દ્વારા ધર્મેશ સોલંકી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
જે ફરિયાદના અનુસંધાને સીટી-બી. ડિવિઝન પોલીસે આરોપી ધર્મેશ સોલંકીની ધરપકડ કરી હતી અને તેને અદાલત સમક્ષ રજૂ કરતાં આરોપીને જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે. આ બનાવના કારણે આરોપી સામે ફીટકારની લાગણી વરશી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application