લાલપુર તાલુકાના ખડખંભાળીયા ગામે બાળકી પર દુષ્કર્મ કરનાર નાસતા ફરતા દાહોદના શખ્સને એક બાતમીના આધારે એલસીબીની ટુકડીએ દરેડ રોડ પરથી દબોચી લઇ આગળની તપાસ માટે લાલપુર પોલીસને સોપી આપ્યો હતો.
જામનગર એસપી ડો. રવિ મોહન સૈનીએ પોકસો એકટના ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ હોય જે અનુસંધાને એલસીબી પીઆઇ લગારીયા, પીએસઆઇ કાટેલીયા અને પીએસઆઇ મોરી દ્વારા આ દીશામાં કાર્યવાહી માટે સુચના કરવામાં આવતા સ્ટાફ દ્વારા જરૂરી વર્કઆઉટ કરી ટેકનીકલ સેલ અને હયુમન સોર્સીસના આધારે પોકસો એકટના ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા કાર્યરત હતા.
દરમ્યાનમાં એલસીબી સ્ટાફને મળેલ હકીકત આધારે લાલપુર પોલીસ સ્ટેશનના ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૬૪(૨)(એમ) ૩૫૧(બી) તથા પોકસો એકટ મુજબના કામે નાસતા ફરતા આરોપી વિજય ઉર્ફે વિજો શૈલેષ રાવત (ઉ.વ.૧૯) નામના આદીવાસી શખ્સને પકડી લીધો હતો.
મુળ દાહોદના સીંગવડ તાલુકાના ભાંભોર ફળીના અને ખેતમજુરી કરતા વિજય ઉર્ફે વિજો રાવત લાલપુર પાસે દરેડ જતા રોડ પર હોવાની બાતમી મળતા એલસીબીએ ત્યાથી પકડીને આગળની કાર્યવાહી માટે લાલપુર પોલીસને સોપી આપ્યો હતો.