BREAKING NEWS

જામનગર : ધ્રોલ અને કાલાવડમાંથી બે બાઈકની ચોરી કરનાર પકડાયો

  • November 07, 2025 06:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ધ્રોલ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી તેમજ કાલાવડ પંથકમાંથી બે મોટરસાયકલની ચોરી થઈ હતી, જે બંને બાઈકની ચોરી કરનાર એક પરપ્રાંતિય શ્રમિક ને ધ્રોલ પોલીસે ઝડપી લીધો છે, અને તેની પાસેથી બંને ચોરાઉ બાઈક કબજે કરી લેવાયા છે.


 જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ મથક હેઠળના વિસ્તારમાંથી એક મોટરસાયકલ ચોરી થઈ ગયું હતું, જે અંગે ધ્રોલ પોલીસ તપાસ ચલાવી રહી હતી, દરમિયાન મૂળ મધ્યપ્રદેશના ઇન્દરસીંગ ચોકી ગામનો વતની નાનકો ઉર્ફે દીપક રેમસિંગભાઈ બામણીયા, ચોરાઉ બાઈક સાથે પસાર થતાં તેને ધ્રોલ માર્કેટિંગ યાર્ડના પાછળના ભાગે નદી કાંઠેથી ઝડપી લીધો છે.


 જેની પૂછપરછ કરતાં તેણે ઉપરોક્ત મોટરસાયકલ ધ્રોલમાંથી ચોરી કર્યું હોવાની કબુલાત આપી હતી. તેની વધુ પૂછપરછ દરમિયાન તેણે બાવળની જાળીમાં અન્ય એક બાઈક પણ ચોરી કરીને સંતાડેલું હોવાનું કાઢી આપ્યું હતું, જે બાઈક તેણે કાલાવડમાંથી ચોરી કરી લીધું હોવાનું જણાવ્યું હતું. આથી પોલીસે બંને ચોરાઉ બાઇક કબજે કરી લઇ આરોપી નાનકા ઉર્ફે દિપક બામણીયા ની અટકાયત કરી લીધી છે. જે તસ્કર અગાઉ મોરબી અને પડધરીમાં પણ ત્રણ ચોરીની ઘટનાને અંજામ આપી ચૂક્યો હોવાનું પોલીસને જાણવા મળ્યું છે.

​​​​​​​ દિવસ દરમ્યાન બાઇકમાં ચાવી લાગાડી રાખી હોય કે ચાવી બાઇકમાં ભુલી ગયેલ હોય તેવા મોટરસાયકલની ચોરી કરવાની ટેવ ધરાવે છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application