સ્વાતિમેઇન રોડ પર ઇન્ડસ્ટ્રીઝ એરિયામાંથી ઈંગ્લીશ દારૂની 36 બોટલ સાથે શખ્સને પીસીબીએ ઝડપી લઇ દારૂનો જથ્થો કબજે કર્યો હતો. બીજા દરોડામાં ગાંધીગ્રામ પોલીસે જામનગર રોડ પર જલારામ રેસ્ટોરન્ટ પાસેથી રિક્ષામાં દારૂની હેરાફરી કરતા ચાલકને ઈંગ્લીશ દારૂની સાત બોટલ સાથે ઝડપી લીધો હતો.
પોલીસ સૂત્રોમાં નોંધાયેલી વિગત મુજબ પીસીબીનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે એએસઆઇ મહિપાલસિંહ, પો.હેડ કોન્સ.ઘનશ્યામસિંહ તથા હરદેવસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે, સ્વાતિમેઇન રોડ રિદ્ધિસિદ્ધિ સોસાયટી પાછળ શિવાલય ઇન્ડસ્ટ્રીઝ એરિયા પાસે શખસ શંકાસ્પદ રીતે ઉભો છે અને કેટલાક બોક્સ પણ છે. જે બાતમીના આધારે પીસીબીના સ્ટાફે સ્થળ પર પહોંચી શખસનું નામ પૂછતાં પોતાનું નામ સતીષ ઈશ્વરસિંહ કસવા (રહે-બાલાજી રેસીડેન્સી, વાવડી, મૂળ, ચુરુ રાજસ્થાન)નપ હોવાનું જણાવતા પોલીસે તેની પાસે રહેલા બોક્સની તલાસી લેતા તેમાથી ઈંગ્લીશ દારૂની બોટલ 36 નંગ કી.રૂ.36,192નો મળી આવતા કબ્જે કરી શખસની અટકાયત કરી ગુનો નોંધ્યો છે.
બીજા દરોડામાં ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ જામનગર રોડ પર પેટ્રોલીંગમાં હતો ત્યારે પસાર થતી જીજે-36-યુ-8808 નંબરની સીએનજી રિક્ષાને રોકી તલાસી લેતા ઈંગ્લીશ દારૂની સાત નંગ બોટલ મળી આવતા કબ્જે કરી રીક્ષા ચાલક કબીર ગનીભાઇ માલાણી (રહે-મહીકા ગામ, રાધિકા રેસીડેન્સી)ને ઝડપી પાડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી: NDRF અને SDRF ની કુલ 32 ટીમો તૈનાત
June 17, 2025 10:50 PMગુજરાતમાં 13 IAS અધિકારીઓની બદલી, ઓમ પ્રકાશ બન્યા રાજકોટના નવા કલેક્ટર
June 17, 2025 09:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech