ટંકારાના હીરાપર ગામેથી બે પિસ્તોલ, ૧૧ જીવતા કાર્ટીસ સાથે શખસ ઝડપાયો
ટંકારાના હીરાપર ગામેથી બે પિસ્તોલ, ૧૧ જીવતા કાર્ટીસ સાથે શખસ ઝડપાયો
July 09, 2026 05:39 AM
ટંકારાના હીરાપર ગામની સીમમાં આવેલ કારખાનાની સિકયુરીટી ઓફિસમાં રેઈડ કરી ટંકારા પોલીસે બે પિસ્તોલ અને ૧૧ જીવતા કાર્ટીસ સાથે એક ઈસમને ઝડપી લઈને આમ્ર્સ એકટ મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હીરાપર ગામની સીમમાં આવેલ લોરીમ કારખાનાની સિકયુરીટી ઓરડીમાં ગેરકાયદેસર હથિયારની બાતમી મળતા ટીમે રેઈડ કરી હતી. ઓરડીમાંથી ગેરકાયદે લાયસન્સ વગર દેશી હાથ બનાવટની મેગ્જીનવાળી પિસ્તોલ નગં ૦૨ કિંમત રૂા. ૪૦,૦૦૦ અને જીવતા કાર્ટીસ નગં ૧૧ કીમત રૂા. ૨૨૦૦ અને મોબાઈલ કીમત રૂા. ૫૦૦૦ સહીત કુલ રૂા. ૪૭,૨૦૦ નો મુદામાલ જ કર્યેા છે. આરોપી રાજીવસિંહ રઘુરાજસિંહ ઠાકોર (ઉ.વ.૪૬) (રહે હાલ લોરીમ કારખાના સિકયુરીટી ઓરડીમાં તા. ટંકારા મૂળ રહે ઉતરપ્રદેશ)ને ઝડપી લઈને આરોપી વિદ્ધ આમ્ર્સ એકટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે