BREAKING NEWS

ચલાલાના વાવડી ગામે વીજ ચેકીંગ દરમિયાન નાયબ ઇજનેરને શખ્સે ફડાકો માર્યો

  • December 10, 2025 10:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચલાલાના વાવડી ગામે ટિમ સાથે વીજ ચેકિંગમાં ગયેલા નાયબ ઈજનેરને કામગીરી કરતા રોકી અહીં ચેકીંગ કરવાનું નથી, તમે કેમ આ બધું કહી માજી સરપંચ સાથે આવેલા અજાણ્યા શખ્સે ધક્કો મારી ફડાકો મારી દેતા દેકારો થવાથી લોકોના ટોળા એકઠા થયા હતા દરમિયાન જીયુવીએનલનો પોલીસ સ્ટાફ આવી જતા શખ્સ નાસી છૂટ્યો હતો. લોકોની પુછપરછ કરતા ગામનો મહેમાન હોવાનું જાણવા મળતા બનાવ અંગે અજાણ્યા શખ્સે પોલીસે ફરજ રુકાવટનો ગુનો નોંધ્યો છે.


બનાવની મળતી વિગત મુજબ સુરેન્દ્રનગરના નૂર મહંમદ સોસાયટી બ્લોક નં-29માં રહેતા અને સુરેન્દ્રનગર પીજીવીસીએલમાં નાયબ ઈજનેર તરીકે આઈસી સ્કોડમાં ફરજ બજાવતા મુસ્તુફાભાઈ આદમભાઈ વાટીયા (એમ.એ.વાટીયા) ગઈકાલે લાઈન સ્ટાફ સાથે જીયુવીએનએલ વીજ ચેકિંગની ડ્રાઈવ માટે અમરેલી ડિવિઝન હેઠળના ચલાલા પેટા વિભાગના નાયબ ઈજનેર એસ.ટી.ગરાસિયા સાથે ચલાલા તાલુકાના વાવડી ગામે વીજ ચેકીંગ માટે ગયા હતા ત્યારે માણસોના ટોળા એકઠા થવા લાગ્યા હતા અને ગામમાં પ્રસંગ છે એટલે વીજ ચેકીંગ કરતા નહીં કરી રોકવામાં આવ્યા હતા. દરમિયાન બે વ્યક્તિ આવ્યા હતા જેમાંથી એકે પોતાનું નામ રણુભાઈ મેરામભાઈ વાળા અને પોતે માજી સરપંચ હોવાનું જણાવ્યું હતું. તેની સાથે એક લાલ કલરના ટીશર્ટ પહેરેલો શખ્સ પણ સાથે હતો. માજી સરપંચે અહીં ચેકીંગ કરવાનું નથી અને મને પૂછ્યા વગર તમે કેમ આ બધું કહી ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવા લાગ્યો હતો, તેની સાથેના બે અજાણ્યા શખ્સોએ ગાળો આપી એક એ નાયબ ઇજનેરને ધક્કો મારી ગાલ ઉપર ઝાપટ મારી નાસી છૂટ્યો હતો. ઘટનાના પગલે પોલીસ આવી જતા શખ્સ કોઈના મકાનમાં સી છુપાઈ ગયો હતો અને દરવાજો ખોલતો ન હોવાથી પોલીસે અંદર ઘુસી તલાસી લેતા ભાગી ગયો હતો. શખ્સ અંગેની પુછપરછ કરતા ગામમાં મહેમાન થઈને આવ્યો હોવાનું જાણવા મળતા ચલાલા પોલીસે નાયબ ઈજનેરની ફરિયાદ પરથી માજી સરપંચ રણુ વાળા અને ટેનિસ સાથેના બે અજાણ્યા શખ્સો સામે ફરજ રુકાવટ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application