ધ્રાંગધ્રામાં જાહેર સ્થળે વરલી મટકાનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો
ધ્રાંગધ્રામાં જાહેર સ્થળે વરલી મટકાનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો
October 20, 2026 02:41 PM
ધ્રાંગધ્રા સીટી પોલીસે ૨,૧૫૦ ની રોકડ અને જુગારના સાહિત્ય સાથે શખ્સની અટકાયત કરી ધ્રાંગધ્રા સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે શહેરના રાજકમલ ચોક પાસે આવેલી સોનલ સામોસાની દુકાન પાસે દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાંજાહેર જગ્યા લખી રમાડતા એક શખ્સને પોલીસે ગેરકાયદે પ્રવૃત્તિ કરતાં ઝડપી પાડયો હો.ઝડપાયેલા આરોપી મંત્રીનાથ કેશનાથ વાદી (રહે. ધ્રાંગધ્રા) ની પોલીસે અંગજડતી લેતાં તેની પાસેથી ચિઠ્ઠીઓ, બોલપેન તેમજ રૂ. ૨૧૫૦ની રોકડ રકમ મળી કુલ રૂ. ૨,૧૭૦ નોમુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યોહતો. આ મામલે ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનના કર્મચારી ફરિયાદી બની આરોપી મંત્રીનાથ વાદી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.