BREAKING NEWS

જસદણમાં મોબાઇલ ઉપર લિંક મેળવી ક્રિકેટ સટ્ટો રમતો શખસ ઝડપાયો

  • October 04, 2025 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ જિલ્લાના જસદણ પોલીસ મથક વિસ્તારમાં જસદણ વિછીયા બાયપાસ રોડ ઉપર શિવ કૃપા ટ્રેઇલર નજીક જાહેરમાં મોબાઈલ ઉપર વુમન્સ વર્લ્ડ કપ 2025ની ક્રિકેટ મેચ પર મોબાઇલમાં લિંક મેળવી ક્રિકેટ સટ્ટો રમતા બાખલવાડના શખ્સને જસદણ પોલીસે ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથધરી હતી.

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ જસદણ પોલીસ મથકના એએસઆઇ જેડી મજેઠીયા, કોન્સ્ટેબલ અનિલભાઈ સરવૈયા સહિતની ટીમ વિસ્તાર પેટ્રોલિયમમાં નીકળી હતી તે દરમિયાન જસદણ વીંછીયા બાયપાસ રોડ પર આવેલ શિવ કૃપા ટ્રેઇલર નજીક એક શખ્સ મોબાઇલમાં શંકાસ્પદ પ્રવૃતિ કરતો હોય તેવું જણાવ્યું હતું.

જેથી તેનો મોબાઈલ ચેક કરતા મોબાઈલમાં આઈસીસી વુમન્સ વર્લ્ડ કપ 2025 ક્રિકેટ મેચ ચાલતો હોય જેના પર ક્રિકેટ સટ્ટો રમતો હોય તેને ઝડપી પૂછપરછ હાથ ધરતા પોતાનું નામ ખીમાભાઈ ગોવિંદભાઈ સરૈયા ઉંમર વર્ષ 45 રહે બાખલવડ ગામ તાલુકો જસદણ વાળો હોવાનું જણાવ્યું હતું.

જેથી એએસઆઈ જે.ડી મજેઠીયા અને ટીમે આરોપી પાસેથી રોકડા રૂપિયા 3550 તેમજ મોબાઇલ મળી 5000 ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી ધરપકડ કરી હતી તેમજ મોબાઇલ પર ક્રિકેટ સટ્ટા માટેની લીંક કોણે અને ક્યાંથી આવીતે અંગે પૂછપરછ હાથ ધરવા આરોપી મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application