ઉના પોલીસે દેલવાડાના યુવાનને મોટર સાયકલ ઉપર થેલામાં છુપાવી લઈ આવતો ઈંગ્લીશ દાની ૧૫ બોટલ મોટર સાયકલ મળી કુલ ૧,૨૪,૩૦૦ના મુદામાલ સાથે પકડી પાડો એક યુવાન નાસી ગયો હતો.ઉનાના પોલીસ ઇન્સ્પેકટર જે.કે. મોરીની સૂચનાથી એ.એસ.આઇ. શાંતિભાઈ વેલાભાઈ મકવાણા, પો. કો. સુનિલભાઈ કેશવભાઈ બાંભણિયા, હરપાલસિંહ મહાવીરસિંહ ચુડાસમાએ પારેખ ચોક પાસે દેલવાડાથી આવતું યુપિટર બાઇક નબર જીજે–૩૨એબી–૩૩૭૫ ઉપર આવી રહેલ દિવ્યેશ દિનેશભાઈ જેઠવા (રહે. દેલવાડા)ને રોકી પગ પાસે રાખેલ બેગમાં છુપાવેલ પરપ્રાંતનો ઈંગ્લીશ દાની જુદી જુદી બ્રાન્ડની બોટલો ૧૫ રૂપિયા ૨૪૬૦૦, મોબાઈલ ફોન અને મોટર સાયકલ મળી કુલ રૂપિયા ૧,૨૪,૬૦૦ના મુદામાલ સાથે પકડી પાડો હતો અને તેની સાથે રહેલ જેન્તી રમેશભાઈ દમણિયાનું નામ ખુલતા તેની સામે ગુનો દાખલ કરી પકડવા તજવીજ શ કરી છે.