BREAKING NEWS

શાપર વેરાવળ પાવર હાઉસ પાસે દારૂ ભરેલી કાર સાથે કોટડા સાંગાણીનો શખસ ઝડપાયો

  • November 06, 2025 03:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન શાપર વેરાવળ પાવર હાઉસ પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે કોટડા સાંગાણીના શખસને પકડી પાડ્યો હતો.જ્યારે અન્ય એક શખસ નાશી છૂટ્યો હતો. પોલીસે દારૂ બોટલ, કાર સહિત કુલ રૂ.૮,૪૫,૨૦૦ નો મુદામાલ કબ્જે કરી નાશી ગયેલ શખસને પકડી પાડવા શોધખોળ શરૂ કરી હતી.

રાજકોટ રેન્જ આઈ.જી અશોકકુમાર, રાજકોટ એએસપી વિજયસિંહ ગુર્જરે દારૂ-જુગારની પ્રવૃત્તિઓને ડામવા સુચના આપી હોય જે અંતર્ગત એલ.સી.બી પીઆઇ વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એચ. સી. ગોહિલ અને આર.વી. ભીમાણીની રાહબરીમાં પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, શાપર વેરાવળ પાવર હાઉસ પાસે કારમાં દારૂ છુપાવેલ છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડતા વિદેશી દારૂ ભરેલી કાર સાથે રાજેશ ઉર્ફે છોટીયો ગેલાભાઈ બાબરીયા (ઉં વ ૨૪)(રહે શાપર વેરાવળ પાવર હાઉસની બાજુમાં કોટડા સાંગાણી) ને પકડી પાડ્યો હતો.જ્યારે જયેશ ઉર્ફે ઢીગલી પ્રવીણભાઈ મંડલીક નાસી છૂટ્યો હતો. પોલીસે કારમાં તપાસ કરતા ૪૦૪ નંગ દારૂ બોટલ મળી આવી હતી. પોલીસે રૂ. ૪૫,૨૦૦ની કિંમતનો વિદેશી દારૂ તેમજ કાર સહિત કુલ રૂ.૮,૪૫,૨૦૦ નો મુદામાલ કબજે કરી આરોપીઓ સામે પ્રોહિબિશન એકટ હેઠળ કાર્યવાહી કરી નાશી ગયેલ શખસને પકડી પાડવા શોધખોળ શરૂ કરી હતી.

આ કામગીરીમાં રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના પી.આઈ. વી.વી ઓડેદરા, પી એસ આઇ એચ. સી. ગોહિલ, આર. વી. ભીમાણી, એ.એસ.આઈ. બાલકૃષ્ણ ત્રિવેદી, રવિદેવભાઈ બારડ, બ્રિજરાજસિંહ જાડેજા, રોહિતભાઈ બકોત્રા, પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ પરમાર સાથે રહ્યા હતા.





લાખાજીરાજ ઉદ્યોગનગર પાસે દારૂ ભરેલી રીક્ષા ઝડપાઇ

થોરાળા પોલીસ મથકના એએસઆઈ એમ.એસ.સોલંકી, હેડ કોન્સ્ટેબલ ઈમરાનભાઈ ચુડાસમા, ધર્મેશભાઈ કુંચલા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન મળેલી બાતમીના આધારે લાખાજીરાજ ઉદ્યોગનગર શેરી નંબર-૧ રાજા ચોક પાસે શંકાસ્પદ સીએનજી રીક્ષા નંબર જીજે 3 સીટી 3928 પાસે પહોંચી તપાસ કરતા પોલીસને જોઈ રીક્ષાચાલક નાસી ગયો હતો. પોલીસે તેનો પીછો કર્યો હતો પરંતુ તે નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. બાદમાં પોલીસે રિક્ષામાં તપાસ કરતા તેમાંથી રૂ. 24,000 ની કિંમતના દારૂના 96 ચપલા મળી આવ્યા હતા. જેથી પોલીસે દારૂના આ ચપલા અને રીક્ષા સહિત રૂ. 1.74 લાખનો મુદ્દામાલ કબજે કરી નાસી ગયેલા રીક્ષા ચાલકને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application