BREAKING NEWS

મેહુલનગર મેઇન રોડ પર સ્કૂટરમાં દારૂ સાથે શખસ ઝડપાયો : ૬૩ હજારનો મુદામાલ કબજે

  • October 01, 2025 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભક્તિનગર પોલીસ સ્ટેશનની ટીમને પેટ્રોલિંગ દરમિયાન મેહુલનગર મેઈન રોડ પરથી એક શખસને સ્કુટરમાં ૧ બોટલ દારૂ સાથે ઝડપી લઇ વાહન સહિત કુલ રૂ. ૬૩,૪૦૦ના મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ભક્તિનગર પોલીસ સ્ટેશનની ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે મેહુલનગર શેરી નંબર ૮ ના ખૂણે, મેહુલનગર મેઈન રોડ, મિલન ખમણ સામે જાહેર રોડ પર સ્કૂટર પર જઈ રહેલા શખસને અટકાવીને સ્કૂટરની ડેકીમાં જોતા દારૂની ૧ મળી આવી હતી. પોલીસે પૂછપરછ કરતા તેણે પોતાનું નામ જતીન લાભશંકરભાઈ પંડ્યા (ઉં વ. ૨૯)(રહે એવરેજ પાર્ક શ્રી નંબર ૩, કાલાવડ રોડ) જણાવ્યું હતું. પોલીસે એક બોટલ દારૂ અને સ્કૂટર સહિત કુલ રૂ. ૬૩,૪૦૦ નો મુદામાલ કબજે કરી આ શખસ સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.

જયારે પેરોલ ફર્લો સ્કોવડની ટીમે પેટ્રોલીંગ દરમિયાન અતિથી ચોક પાસેથી રાજકોટ શહેર અને ગ્રામ્યમાંથી હદપાર કરાયેલા હરેશ જેઠાભાઇ દેથળીયા(રહે અમરનગર ૦૧, બાપાસીતારામ ચોક)ને ઝડપી લઇ તેની સામે માલવીયાનગર પોલીસ મથકમાં હદપારી ભંગ અંગેની ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application