રાજકોટ શહેરમાં દિવાળીના તહેવારો નજીકના દિવસોમાં હોય શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ દારૂ જુગાર તેમજ ડ્રગ્સ સહિતની બદી ઓ પર વોચ રાખવા પોલીસ કમિશનર,અને ડીસીપી ક્રાઈમ દ્વારા કરાયેલા આદેશના પગલે એસઓજી, બ્રાન્ચ ના પી.આઈ સહિતની ટીમ પેટ્રોલિંગમાં નીકળી હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે આજીડેમ ચોકડી નજીક બાબરાના કરીયાણા ગામના શખ્સને 49.80 લાખની વ્હેલ માછલીની ઉલટી (એમ્બરગ્રીસ) સાથે ઝડપી ફોરેસ્ટ વિભાગની મુદ્દામાલ સાથે સોપ્યો હતો.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રિજેશકુમાર જા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાની સુચના અને એસીપી ક્રાઈમ બીબી બસીયા ના માર્ગદર્શન હેઠળ એસોજી બ્રાન્ચ ના પી.આઈ એસએમ જાડેજા અને ટીમ વિસ્તાર પેટ્રોલિયમમાં નીકળી હતી.
તે દરમિયાન એએસઆઈ ફિરોજ શેખ અને રવિરાજ દગલ ને મળેલ ચોક્કસ બદલીના આધારે પીએસઆઇ એસ બી ઘાસુરા અને ટીમ આજીડેમ ચોકડી નજીક વોચ ગોઠવી બસ સ્ટોપ પાસે શંકા પદ હિલચાલ કરતા એક શખ્સને અટકાવી તેની પૂછપરછ કરતા પોતાનું નામ વિરમ મનજીભાઈ બાવળીયા ઉમર 27 રહે હરિયાણા તાલુકો બાબરા જીલ્લો અમરેલી વાળો હોવાનું અને તેની પાસેથી એક શંકાસ્પદ વસ્તુ મળી આવતા પૂછપરછમાં વ્હેલ માછલીની ઉલ્ટી એમ્બરગ્રીસ હોવાનું કબૂલ્યું હતું.
આ અંગે એસોજી બ્રાન્ચે રેન્જ ફોરેસ્ટ ઓફિસર તેમજ એફએસએલ અધિકારી ને જાણકરી આ ઝડપાયેલ વસ્તુ નું પરીક્ષણ કરાવવા 49.80 લાખની કિંમતનું એમ્બરગ્રીસ તેમજ બે મોબાઇલ રોકડ બાઈક સહિત કુલ 50.15 લાખનો મુદ્દા માલ કબજે કરી આરોપી વિરમ મનજીભાઈ બાવળીયાને ફોરેસ્ટ વિભાગની સોંપી દેવામાં આવ્યો હતો.
ઝડપાયેલા વિરમ બાવળિયાની પૂછપરછ માં આ એમ્બરગ્રીસ ભાવનગર પંથકના સિહોરના જીતુ સુવાળીયા નામના શખ્સ પાસેથી લઈને આવ્યો હોવાની અને આ વહેલ માછલી ની ઉલટી ની માર્કેટમાં બહુ ઊંચી કિંમત હોવાનું જણાવ્યું હતું અને તે વેચવા માટે ગ્રાહકોની શોધખોળ કરતા હોવાની કબુલાત આપતા શિહોરના જીતુ સુવાળીયાની શોધખોળ શરૂ કરી છે.
આ અંગેની કામગીરીમાં એસોજી બ્રાન્ચના પીઆઇ એસ.એમ. જાડેજા પીએસઆઇ એસ.બી ઘાસુરા એએસઆઈ અરૂણભાઇ બામણીયા ફિરોજભાઈ શેખ અમિતકુમાર ટુંડિયા રવિરાજ ધગલ સહિતની ટીમ જોડાઈ હતી.
સાયલાના શખ્સને એમ્બર ગ્રીસ લેવા રાજકોટ બોલાવ્યો હતો
પ્રતિબંધિત વહેલ માછલી ની ઉલટી એમ્બર ગ્રીસ ડ્રગ્સ ની માફક ખૂબ ઓછી કિંમતમાં વેચાતું હોવાનું અને ઝડપાયેલા વિરમ બાવળિયાની પૂછપરછમાં તે પાંચથી સાત લાખ માં જીતુ પાસેથી ખરીદ કરી લાવ્યો હતો અને રાજકોટમાં સાયલાના વિનોદ નામના શખ્સને બે થી ત્રણ લાખ રૂપિયાનો ગાળો રાખી વહેંચવાનો હતો જેના નાણા એમ્બર ગ્રીસ વેચાણ કર્યા બાદ ચૂકવવાના હોય છે.
"સમુદ્રનો ખજાનો" તરતુ સોનુ એટલે "એમ્બર ગ્રીસ"નો ઉપયોગ
એમ્બર ગ્રીસ" એટલે વ્હેલ માછલીની ઉલ્ટી જેનો ઉપયોગ લક્ઝરીયસ કોસ્મેટિક્સ આઈટમો, પર્ફ્યુમ અને મેડિસનમાં ઉપયોગ લેવામાં આવે છે આ કિંમતી પદાર્થને “સમુદ્રનો ખજાનો’ અને ‘તરતું સોનું’ જેવા નામ આપવામાં આવ્યા છે. જેના માટે વ્હેલનો મોટાપાયે શિકાર કરવામાં આવે છે. જે ગેરકાનુની છે.એમ્બરગ્રીસ માત્ર સ્પર્મ વ્હેલ દ્વારા ઉત્પન્ન થાય છે અને આ પ્રજાતિની માત્ર એક ટકા માછલીઓમાં આ પદાર્થ હોય છે. સમુદ્રમાં, માછલીઓ તીક્ષ્ણ ચાંચ અને શેલવાળા ઘણા જીવોને ખાય છે જેનાથી એમ્બરગ્રીસ આંતરિક ઇજાઓ સામે રક્ષણ આપવાનું કામ કરે છે.
વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ નોંધાય છે ફોરેસ્ટમાં ગુનો
વ્હેલ માછલીની ઉલટી "એમ્બર ગ્રીસ" નું વેચાણ તે પ્રતિબંધિત હોવાનું અને તેની હેરાફેરી કરતા સોદાગરો સામે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન હેઠળ ફોરેસ્ટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે ઝડપાયેલ એમ્બર ગ્રીસ ના પરીક્ષણ માટે ભારતમાં કલકત્તા અને દેહરાદુનમાં બે ફોરેન્સિક લેબ આવેલી છે ત્યાં તેનું પરીક્ષણ થાય છે અને તેનો રિપોર્ટ આવ્યા બાદ ફોરેસ્ટ વિભાગ એફ.ઓ.આર મુજબ આરોપીઓ સામે કાર્યવાહી કરે છે.