BREAKING NEWS

જૂનાગઢમાં મહિલાના ત્રાસથી યુવકનો ઝેરી દવા ખાઈ આપઘાત

  • October 17, 2026 10:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

   જૂનાગઢમાં ટીંબાવાડી વિસ્તારમાં રહેતા યુવાને એક મહિલા સાથે સંબંઘ હતા. પરંતુ આ બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. ગુરુવારે યુવાને મહિલાના ત્રાસથી કંટાળી જેરી ટીકળા ખાઈ લીધા હતા. પોલીસે મહિલા સામે મરવા મજબૂર કર્યા નો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.આ અંગે પ્રાપ્ત શહેરમાં ટીંબાવાડી વિસ્તારમાં રહેતા અને ફાઇનાન્સ નું કામ કરતા હરદેવસિંહ ઉર્ફે હરિઓમ સિંહ છત્રસિંહ જાડેજાએ ૧૮ વર્ષ પહેલા સાપુરના બીનાબેન સાથે લગ્ન કર્યા હતા. બીનાબેન ના બીજા લગ્ન હતા. થોડા સમય પહેલા હરદેવસિંહને મીરા સંજયભાઈ ગોસ્વામી સાથે સંબંધ હતો. આ અંગે હરદેવસિંહના ભાઈને દોઢ બે વર્ષ પહેલાં જાણ થતા તેને સમજાવ્યો પણ હતો. હરદેવસિંહ ફાઇનાન્સ નું કામ કરતા હોવાથી તેને મીરા નામની મહિલા સાથે પૈસા લેવડ-દેવડના વ્યવહાર હતા. હરદેવસિંહના પત્નીને આ અંગેની જાણ હોવાથી બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. તે જ રીતે યુવકને મીરા સાથે પણ ઝઘડા થતા હતા. બંનેએ સામસામે પોલીસમાં અરજી પણ કરી હતી. હરદેવસિંહ ચાર પાંચ દિવસ પહેલા તેના ભાઈ મહાવીરસિંહને મળ્યા ત્યારે મીરા ગોસ્વામી મને ખૂબ હેરાન કરે છે હવે મારાથી સહન થતું નથી તેમ જણાવ્યું હતું. ગુરુવારે સાંજે હરદેવસિંહ જાડેજાએ તેના માતાના ઘરે ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. ત્યારબાદ તેને સારવાર માટે ખસેડાયા પરંતુ તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. તબીબને પણ મીરાના ત્રાસથી ઝેરી ટીકડા પી લીધા હોવાનું જણાવ્યું હતું. આ અંગે મહાવીરસિંહ જાડેજા એ મીરા ગોસ્વામી સામે પોતાના ભાઈને ત્રાસ આપી મરવા મજબૂર કર્યાની બી ડિવિઝન પોલીસ માં ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલા વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application