BREAKING NEWS

ઉપલેટામાં દારૂ વેચાણ સહિતના ગુનામાં સંડોવાયેલ શખસને પાસા

  • June 05, 2026 02:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉપલેટા શહેરમાં દારૂ વેચવા, મારામારી કરવી અને અન્ય શહેરોમાં હથિયાર સહિતના ગુનામાં સામેલ શખસને જિલ્લ ા કલેકટરે પાસામાં ભુજની પાલારા જેલમાં મોકલી આપ્યો છે.
શહેરના મંડપ રોડ ગુલીસ્તાન એપાર્ટમેન્ટમાં રહેતા અને પોલીસ ચોપડે ચડી ચુકેલા સંધી યુવાન સાયબ સલીમ હિંગોરાને થોડાક દિવસો પહેલા જ બન્ને ભાઇઓની ઈંગ્લીશ દારૂ સાથે ઝડપી લઇ જેલમાં ધકેલી દીધા હતાં. છાશવારે કાયદો હાથમાં લઇ ગુના આચરતો સોયબ હિંગોરાની સ્થાનિક પોલીસે પાસાની દરખાસ્ત કરતા જિલ્લ ા કલેકટર ઓમ પ્રકાશ દ્રારા મંજુર કરતા આરોપી સોયબ હિંગોરા ધોરાજી જેલમાંથી જમીન લઇ બહાર આવતા જ ઉપલેટા પોલીસ તેમજ જિલ્લ ા પાલિકા દ્રારા ઝડપી લઇ ભુજની પાલારા જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.
ગઇકાલે માથાભારે શખસ સામે  કલેકટર દ્રારા પાસાની કાર્યવાહી કરતા અસામાજિક પ્રવૃતિ કરતા તત્વોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News