BREAKING NEWS

આટકોટમાં નિર્ભયાકાંડ: ફૂલ જેવી માસુમ બાળકી પર દુષ્કર્મ, રાક્ષસે ગુપ્તાંગમાં હથિયાર ઘુસાડ્યું, લોહીલુહાણ હાલતમાં કણસતી બાળાને છોડી હેવાન ભાગ્યો

  • December 09, 2025 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લાના જસદણ પંથકમાં આટકોટ પાસે દિલ્હીના નિર્ભયાકાંડ જેવી ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. અહીં સીમ વિસ્તારમાં ખેતમજૂરી કામ કરનાર પરિવારની છ વર્ષની બાળકી ઉપર નરાધમે ક્રરતાપૂર્વક દુષ્કર્મ આચર્યા બાદ તેના ગુપ્તાંગમાં સળિયા જેવું હથિયાર ઘૂસાડી દેતા બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. જેથી તેને સારવાર માટે રાજકોટની ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આ હેવાનિયતભર્યું કૃત્ય આચરનાર શખસને ઝડપી લેવા શોધખોળ શરૂ કરી છે. બીજી તરફ આ ઘટનાના પગલે નરાધમ પ્રત્યે ફિટકારની લાગણી વરસી જવા પામી છે.


છ વર્ષની દીકરી વાડી પાસે રમી રહી હતી

દુષ્કર્મના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, આટકોટ પાસે આવેલા એક ગામ નજીક સીમ વિસ્તારમાં વાડીએ ખેત મજૂરીનું કામ કરનાર મૂળ દાહોદ પંથકના શ્રમિક પરિવારની દીકરી સાથે આ ઘટના બની હતી. જેમાં ગઈ તારીખ ૪/૧૨ શ્રમિક પરિવાર વાડીએ કામ કરી રહ્યો હતો ત્યારે તેમની છ વર્ષની દીકરી વાડી પાસે રમી રહી હતી. દરમિયાન કોઈક અજાણ્યા શખસે તેના પર હેવાનીયત આચરી હતી.


માસુમ બાળકીને કણસતી હાલતમાં છોડી નરાધમ ભાગ્યો

માસુમ ફૂલ જેવી બાળકીને આ નરાધમે ઉઠાવી જઈ તેના પર દુષ્કર્મ આચાર્યું હતું આટલેથી ન અટકતા આ શખસે ક્રૂરતાની તમામ હદો પાર કરી દીધી હતી. બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ તેના ગુપ્તાંગમાં સળિયા જેવું ધારદાર હથિયાર ઘુસાડી દેતા બાળકી લોહીલુહાણ થઈ ગઈ હતી. બાદમાં આ માસુમ બાળકીને કણસતી હાલતમાં છોડી નરાધમ અહીંથી નાસી ગયો હતો.


ખેતરમાં નજીકમાંથી દીકરી લોહી લુહાણ હાલતમાં મળી

બાળકી આસપાસ નજરે ન પડતા પરિવારજનો તેની શોધખોળ કરતા હતા દરમિયાન અહીં ખેતરમાં નજીકમાંથી દીકરી લોહી લુહાણ હાલતમાં મળી આવતા પરિવારજનો ચોંકી ગયા હતા ત્યારબાદ બાળકીને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટની ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને હાલ તેની અહીં સારવાર ચાલુ છે.


જઘન્ય અપરાધની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર 

માસુમ બાળકી પર પાશવી દુષ્કર્મ આચારનાર નરાધમ વિરુદ્ધ આટકોટ પોલીસે ગુનો નોંધી તેને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે. બીજી તરફ આ જઘન્ય અપરાધની ઘટનાથી સમગ્ર પંથકમાં નરાધન પ્રત્યે ફિટકારની લાગણી વરસી જવા પામી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application