તળાજાના જૂની છાપરી ગામના વતની અને હાલ સુરત રહેતા યુવાનના માસીએ શખ્સ પાસેથી લીધેલા પૈસાની ઉઘરાણી મામલે એક શખ્સ દ્વારા યુવાન, તેની પત્ની, બહેન તેમજ માસીની પુત્રી, પુત્ર સહિતના બિભસ્ત ફોટા, વિડીયો અને ઓડિઓકલીપ મોબાઈલમાં મોકલ્યા અંગે યુવાન દ્વારા ફરિયાદ નોંધવાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
મૂળ જૂની છાપરી ગામના અને હાલ સુરતના સિંગણપોર ચાર રસ્તા,કતારગામે ભગવાન સોસાયટીમાં રહેતા કિશનભાઈ નરશીભાઈ ભાદરકા (ઉ. વ. ૨૩)એ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે ગઇ તા. ૨૫-૦૪-૨૦૨૫ ના રોજ મારા મોબાઇલ નંબર ૭૮૭૪૮૭૩૧૭૨ ઉપર એક અજાણ્યા નં.૮૧૪૦૧૯૫૯૯૪ ઉપરથી ફોન આવેલ અને મને વાત કરેલ કે, હું નડિયાદથી શૈલેશભાઇ બો લુ છું અને મારૂ નામ પુછેલ જેથી મે મારૂ નામ જણાવેલ અને બાદ આ શૈલેશભાઈએ મને જણાવેલ કે, તુ કંચનબેન બાબુ ભાઈ સોસાને ઓળખે છે કેમ? જેથી મે હા પાડેલ અને મારા માસી હોવાનુ જણાવેલ જેથી આ શૈલેશભાઇએ મને જ ણાવેલ કે મારે તમારા માસી પાસેથી રૂ.૨૫૦૦ લેવાના છે, જેથી તું તેને કહેજે કે મને મારા પૈસા આપી દે જેથી મે તમે બન્નેએ વહિવટ કરેલ છે જેથી તમે તમારી રીતે લઇ લેજો તેમ જણાવેલ હતુ. બાદ ગઇ તા. ૧૨-૦૫-૨ ૦૨૫ ના રોજ મારા વોટસએપમા મોબાઇલ નંબર ૭૮૭૪૮૭૩૧૭૨ પર મોબાઇલ નંબર ૮૧૪૦૧ ૯૫૯૯૪ ઉપરથી વોટસએપમા મેસેજ આવેલ જેમા બે છોકરીઓના ફોટા મોકલેલ અને જેમા લખેલ કે, આ બે છોકરીઓ વહિવટ છે અને ૫૫૦૦ મા જાય... વિ.મતલબેનુ લખાણ લખેલ હતુ અને બાદ રેકોડીંગ મોકલેલ જેમા જણાવેલ કે તમારા માસી મારી બહેનના આવા ખરાબ ફોટા મોકલેલ છે, તેમજ આ ઉપરાંત મારા વોટસએપમા મને અલગ અલગ મા રા અને મારી પત્નિના ફોટા તથા મારા મામાના દિકરા ધર્મેશભાઈ તથા તેની પત્નિના ખરાબ લખાણ લખેલ ફોટાઓ તથા મારી માસી કંચનબેનની દિકરી ખરાબ લખાણ લખેલ ફોટાઓ તથા એક અશ્લીલ વિડીયો મોકલેલ જે વિડીયો માં પાછળ મારી પત્નિનો ફોટો તેજ વિડીયોમાં મોકલેલ હતો તેમજ તેજ વિડીયો મારા મોબાઇલમા મોકલેલ અને મારી મા સી કંચનબેનના ફોટાઓ પણ મોકલેલ હતા અને મને બિભત્સ ગાળો આપતા અલગ અલગ વોટસએપમા ઓડીઓ પણ મોકલેલ હતી.ઉપરાંત મારા મોબાઇલમા હુ ઇન્સ્ટાગ્રામમા ઈીયિંસફક્ષજ્ઞ૩૯૮ નામનુ આઇડી વાપરતો હોય જે આઇડી પર આજરોજ ૧૨:૨૬ વાગ્યે જીનલબેન બાબુભાઈ સોસા નામની આઇડી ઉપરથી મારી પત્નિનો બનાવેલ એક અ શ્લીલ વિડીઓમા પાછળ મારી પત્નિનો ફોટોવાળો વિડીયો મને મોકલેલ અને શૈલેશનો ડ્રાઈવીંગ કરતો વિ ડીઓ મોકલ્યો હતો. કિશનભાઈએ શૈલેષ નામના શખ્સ સામે નોંધાવેલી ફરિયાદના આધારે તળાજા પોલીસે જુદીજુદી કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય તંત્ર કોવિડની બીમારી સામે સજ્જ
May 23, 2025 05:17 PMજામનગરમા વાવાઝોડાની શક્યતાના પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ
May 23, 2025 05:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech