BREAKING NEWS

જસદણ પંથકમાં ૮ વર્ષની બાળકીની જાતિય સતામણી સબબ નરાધમને આજીવન કેદ

  • November 22, 2025 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
જસદણ પંથકમાં ચકચાર મચાવનાર ૮ વર્ષની માસૂમ બાળકીની જાતિય સતામણીના સાડા ચાર વર્ષ પહેલાના ગુનાનો કેસ રાજકોટની અદાલતમાં ચાલી જતા ન્યાયધીશે કાંતિ આલા ચાવડાને આજીવન કેદની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે અને ગુજરાત વિક્ટીમ કમ્પન્સેશન સ્કિમ હેઠળ રૂ. 7 લાખનો પીડિતાને વળતર ચુકવવા હુકમ કર્યો છે.

વધુ વિગત મુજબ જસદણ પંથકના એક ગામમાં રહેતા પરિવારની 8 વર્ષની માસૂમ પુત્રી કુદરતી હાજતે ગઇ હતી, ત્યારે વડોદ ગામના કાંતિ આલા ચાવડા નામના શખ્સે બાઇક ઉભું રાખી માસૂમ પુત્રીના ગુપ્ત ભાગે આંગળી નાંખી જાતિય હુમલો કર્યા અંગેની પીડિતાના માતાએ જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાંતિ આલા ચાવડાની ધરપકડ કરી હતી. તપાસ પૂર્ણ થતા પીઆઇ કે.જે. રાણા દ્વારા અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું. બાદ રાજકોટની સેશન્સ કોર્ટમાં કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં ફરિયાદ પક્ષે 10 સાહેદોને તપાસીને, 14 દસ્તાવેજી પૂરાવા રજૂ કર્યા હતા. બાદ બંને પક્ષોની રજૂઆત બાદ સરકારી વકીલ પ્રશાંત પટેલ દ્વારા કરવામાં આવેલી દલીલમાં ભોગ બનનાર બાળકીએ જુબાની વખતે બનાવની સમગ્ર ઘટના વર્ણવી અને આરોપીને ઓળખી બતાવેલ છે. ફરિયાદીના કેસને સમર્થન આપેલ છે. ભોગ બનનાર મેડિકલ તપાસ કરનાર તબીબે જાતિય સતામણીને સમર્થન આપેલ છે. આરોપીએ બાળકી સાથે ગુન્હાહીત બળ વાપર્યાનું પૂરવાર થાય છે. પોક્સો જેવા ગંભીર ગુનામાં મહત્તમ સજાની સરકારી વકીલે કરેલી માંગને ધ્યાને લઇ અદાલતે આરોપી કાંતિ આલા ચાવડાને તક્સીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે. ગુજરાત વિક્ટીમ કમ્પન્સેશન સ્કિમ હેઠળ રૂ. 7 લાખનું પીડિતાને વળતર ચુકવવા હુકમ કર્યો છે. સરકાર પક્ષના એ.પી.પી. તરીકે પ્રશાંત પટેલ અને સહાયક તરીકે રાજન ટીંબા અને મુસ્કાન સમા રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application