આ કેસની હકીકત મુજબ, શહેરના ગંજીવાડામાં રહેતા દેવરાજ વાલજી ગોહિલને આયકર વિભાગમાં કોમ્પ્યુટરનો મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ મેળવવા માટે આર્થિક જરૂરિયાત માટે ગંજીવાડામાં જ રહેતા હિતેન્દ્ર કાનજી વાઘેલા પાસેથી આરટીજીએસથી અઢી લાખ અને રોકડા પાંચ લાખ મળી 7.50 લાખ લીધા હતા. જે રકમ ચૂકવવા આપેલો ચેક બેંકમાંથી પરત ફરતા કાયદાકીય મુજબ નોટિસ પાઠવવા છતાં સમય મર્યાદામાં રકમ ન ચૂકવતા અંતે અદાલતમાં ફરિયાદ દાખલ કરી હતી. આ કેસમાં ફરીયાદી દ્વારા આ કામે રજુ થયેલ પુરાવા પરથી કાયદેસરના લેણા પેટનો ચેક હતો. ફરીયાદી તરફે રજુ થયેલા ફરીયાદ, સોગંદનામાં સમર્થનમાં રજુ કરેલ દસ્તાવેજી પુરાવો ધ્યાને લઈને આરોપીને એક વર્ષની સાદી કેદની સજા અને ચેક મુજબની રકમ ફરીયાદીને વળતર ચુકવી આપવાનો હુકમ ફરમાવવામાં આવ્યો હતો. જે હુકમની વિરૂધ્ધ આરોપીએ સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરતા સેશન્સ કોર્ટે સજાનો હુકમ રદ ફરમાવી નવેસરથી મેરિટસ ઉપર કેસનો ન્યાયીક નિર્ણય ક૨વા મેટર રિમાન્ડ કરવામાં અને આરોપીએ ટ્રાયલમાં સહકાર આપવાનો સેશન્સ કોર્ટએ હુકમ કર્યો હતો. છતા આરોપીએ હુકમનું પાલન કરેલ નહીં, સહકાર આપ્યો ન હતો. આ કેસ ચાલી જતા આ કામના આરોપીને કોર્ટે બે વર્ષની સાદી કેદની સજા અને જો વળતરની રકમ ચુકવવામાં કસુર ઠરે તો આરોપીને વધુ ચાર માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ ફરમાવ્યો છે. આ કેસમાં ફરિયાદી વતી ધારાશાસ્ત્રી દીલીપભાઈ પટેલ, કલ્પેશ નસીત, નૈમિષ જોષી, અનિતા રાજવંશી, ઈશા કણઝારીયા રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech