મનહરપુરના બુટલેગરને પાસા હેઠળ અમદાવાદ જેલહવાલે કરી દેવાયો
રાજકોટ : મૂળ ટંકારાના વતની અને હાલ રાજકોટની ભાગોળે જામનગર રોડ પર મનહરપુર–૧ માં રહેતા બુટલેગર સામે કલેકટરે પાસાનું વોરટં ઇશ્યુ કયુ હતું. પડધરી પોલીસ અને એલસીબીએ વોરંટની બજવણી કરી આરોપીને અમદાવાદ જેલહવાલે કર્યેા છે.જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્રારા સ્થાનિક સ્વરાયની ચૂંટણીને લઇ અસામાજિક તત્વો વિદ્ધ પાસા સહિતની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. દરમિયાન પડધરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં તથા મોરબી અને રાજકોટ જિલ્લામાં દાની પ્રવૃત્તિ કરવાની ટેવવાળા પોપટ ધારાભાઇ ઝાપાડા(ઉ.વ. ૩૮ રહે. હાલ મનહરપુર–૧ જામનગર રોડ રાજકોટ, મૂળ, ટંકારા) વિદ્ધ ગોંડલ ડીવાયએસપી કે.જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ રાજકોટ ગ્રામ્ય એલસીબી દ્રારા પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. આ દરખાસ્ત પર જિલ્લા કલેકટર ડો.ઓમ પ્રકાશએ મંજૂરીની મહોર લગાવી આરોપી વિદ્ધ પાસાનું વોરટં ઇશ્યૂ કયુ હતું. જેથી રાજકોટ ગ્રામ્ય એલસીબી અને પડધરી પોલીસે આરોપી પોપટ ઝાપડાની પાસા હેઠળ અટકાયત કરી તેને અમદાવાદ જેલહવાલે કર્યેા હતો.આરોપી પોપટ ઝાપડા સામે પડધરીમાં દાનો, ટંકારામાં દા અને મારામારી તથા શાપરમાં મારામારીનો ગુનો નોંધાઈ ચૂકયો છે. પાસાના વોરંટની બજવણીની આ કામગીરીમાં એલસીબીપી પીઆઇ વી.વી.ઓડેદરાની રાહબરીમાં એએસઆઇ બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, અમિતસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ અને ગીતાબેન સાથે રહ્યા હતા. યારે પડધરી પોલીસ મથકના પીઆઇ એમ.જી. ચૌહાણ, પીએસઆઇ જે.જે.વાળા, એએસઆઇ ભગીરથસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ અબ્બાસભાઈ અને વસંતભાઈ સાથે રહ્યા હતા..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application