BREAKING NEWS

ટાટાના અનેક ઉત્પાદનો મોંઘા થશે: ચા, મીઠું અને દાળના ભાવ વધવાના સંકેત

  • July 27, 2026 09:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જો તમે રોજિંદા જીવનમાં ઉપયોગમાં આવતી આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી કરો છો, તો આગામી દિવસોમાં તમારો ઘરખર્ચ વધી શકે છે. ટાટા કન્યુમર પ્રોડકટસ લિમિટેડ (ટીસીપીએલ)એ સંકેત આપ્યો છે કે કાચા માલની સતત વધી રહેલી કિંમતોને કારણે કંપની ટૂંક સમયમાં તેના કેટલાક લોકપ્રિય ઉત્પાદનોના ભાવમાં વધારો કરી શકે છે. કંપનીનું કહેવું છે કે ઉત્પાદન ખર્ચમાં સતત વધારો થતો રહેશે તો નફાકારકતા જાળવી રાખવા માટે કિંમતોમાં ફેરફાર કરવો અનિવાર્ય બની શકે છે.કંપનીના જણાવ્યા મુજબ હાલમાં બજારની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને આગામી વ્યૂહરચના પણ તે મુજબ નક્કી કરવામાં આવશે. ખાસ કરીને ચા, મીઠું અને બ્રાન્ડેડ દાળ જેવી રોજબરોજની જરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થઈ શકે છે.કાચા માલની કિંમતોમાં સતત વધારો થતાં ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે. ઉપરાંત પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૂ–રાજકીય તણાવને કારણે વૈશ્વિક સપ્લાય ચેઇન પર અસર પડી રહી છે, જેના કારણે કાચા માલની ઉપલબ્ધતા અને પરિવહન ખર્ચ બંનેમાં વધારો નોંધાઈ રહ્યો છે.બીજી તરફ, ચોમાસામાં થયેલા વિલંબની અસર ચાના ઉત્પાદન પર પડી છે. તેના કારણે ચાની પત્તીઓના ભાવમાં અંદાજે ૭થી ૧૦ ટકા સુધીનો વધારો થયો છે, જેનો સીધો અસર ચાના ઉત્પાદનોની કિંમત પર થઈ શકે છે.કંપનીના સંકેતો મુજબ ટાટા ટી (ચા), ટાટા સોલ્ટ (મીઠું), ટાટા સંપન્ન બ્રાન્ડની દાળ, અન્ય પેકેડ ફડ પ્રોડકટસના ભાવમાં વધારો થવાની શકયતા છે. ચાલુ ત્રિમાસિક ગાળામાં કંપનીએ કુલ .૫,૩૪૮.૮૮ કરોડની આવક નોંધાવી છે, જે ગયા વર્ષની સરખામણીએ આશરે ૧૨ ટકા વધુ છે. કંપનીનો શુદ્ધ નફો પણ વધીને .૪૪૪.૮૬ કરોડ થયો છે, જે વાર્ષિક ધોરણે લગભગ ૨૮ ટકાનો વધારો દર્શાવે છે. આ પરિણામો કંપનીના મજબૂત વ્યવસાયિક પ્રદર્શન તરફ ઈશારો કરે છે.કંપનીએ તાજેતરમાં ચાના ભાવમાં થોડો વધારો કર્યેા છે અને હવે આગામી ૧૫થી ૩૦ દિવસ સુધી બજારની સ્થિતિ તથા કાચા માલના ખર્ચ પર નજર રાખશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application