BREAKING NEWS

દેખાવકારો માટે પિઝા બર્ગરના મળ્યા અનેક અનામી ઓર્ડર

  • July 22, 2026 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજધાનીના જંતર–મંતર ખાતે સીજેપીના ચાલી રહેલા દેખાવો વચ્ચે એક અજીબ દ્રશ્ય જોવા મળ્યું હતું. જે લોકો પ્રદર્શન કરી રહ્યા છે તેમના માટે ફડ ડિલિવરી કંપનીઓ દિવસભર કાર્યરત રહી, જેમાં સ્વિગી, ઝોમેટો અને અન્ય ફડ ડિલિવરી કંપનીઓની બાઇકો ફરતી રહી અને પિઝા, બર્ગર સર્વ કરતી રહી.પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે મુંબઈ, હૈદરાબાદ, દિલ્હી અને પંજાબના શહેરોમાંથી જંતર–મંતર માટે ઓર્ડર આપવામાં આવી રહ્યા હતા, અને ત્યાંના કોઈપણ વ્યકિતને ડિલિવરી કરવાનું કહેવામાં આવી રહ્યું હતું.
કનોટ પ્લેસના વિવિધ રેસ્ટોરન્ટમાં આવા ઓર્ડરનો મોટો ધસારો થઈ રહ્યો હતો. આકાશ નામના એક ડિલિવરી બોયએ જણાવ્યું કે તેણે સાંજે ૪ વાગ્યા સુધીમાં જંતર–મંતર પર ઓછામાં ઓછી ૧૦ ડિલિવરી કરી હતી. તેની સાથે ચાર અન્ય ડિલિવરી મેન પણ હતા. એક અંદાજ મુજબ, આ અનામી ઓર્ડર આપનારાઓએ જંતર–મંતર પર લગભગ ૫૦૦ ઓર્ડર આપ્યા હશે, જેમાં પિઝા, બર્ગર, સમોસા, પ્લેટર અને અન્ય ખાધ પદાર્થેાનો સમાવેશ થાય છે.એક વીડિયો પણ ઓનલાઈન ફરતો થઈ રહ્યો છે, જેમાં એક ડિલિવરી પાર્ટનર ધોધમાર વરસાદમાં ઉભા રહેલા પ્રદર્શનકારીઓને ફડ પેકેટ આપતા સાંભળવામાં આવી રહ્યો છે, અને કહે છે કે તેઓ મુંબઈના એક રહેવાસી દ્રારા કરવામાં આવેલ ચુકવણી પહોંચાડવા આવ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application