ત્રંબાની સીમમાં આંબા અને ચીકુની આડમાં ગાંજાનું વાવેતર: ૧૩ લાખનો જથ્થો ઝડપાયો
ત્રંબાની સીમમાં આંબા અને ચીકુની આડમાં ગાંજાનું વાવેતર: ૧૩ લાખનો જથ્થો ઝડપાયો
June 11, 2026 10:49 AM
રાજકોટની ભાગોળે ભાવનગર રોડ પર આવેલા ત્રંબા ગામની સીમમાં આંબા અને ચીકુના બગીચાની આડમાં કરાવામાં આવેલુ ગાંજાનુ વાવેતર આજીડેમ પોલીસે પકડી પાડી ૧૩ લાખનો માદક પદાર્થ ઝડપી લીધો હતો. બાગની દેખરેખ રાખનાર ખેડૂત પિયુષ રૈયાણીએ ફળના ખામણામાં ગાંજો વાવી દિધો હતો. પોલીસે ૩૭ છોડ સહિત ૨૬ કિલો જથ્થો જ કરી એનડીપીએસ એકટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પ્રા વિગતો મુજબ, આજીડેમ પોલીસ મથકના પીઆઈ એચ.એન.પટેલની રાહબરીમાં પીએસઆઇ એસ.વી.ગોહિલ તથા ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન કોન્સ્ટેબલ મનદિપસિંહ ગોહિલ, હરપાલસિંહ જાડેજા અને કુલદિપસિંહ જાડેજાને રાજકોટના ત્રંબા ગામના શાંતિધામ સ્મશાનથી આગળ વાડી તરફ જવાના કાચા રસ્તે આવેલ બાબુભાઈ રૈયાણીની વાડીમાં પિયુષભાઈ રૈયાણીએ ગેરકાયદેસર રીતે નાર્કેાટીકસ (માદકપદાર્થ) નું વાવેતર કયુ છે તેવી ચોક્કસ બાતમી મળતાં આજીડેમ પોલીસની ટીમે ત્રંબા ગામના શાંતીધામ સ્મશાન નજીકની વાડીમાં દરોડો પાડો હતો. પોલીસની ટીમે વાડીમાં ઘરના દરવાજા વાટે પ્રવેશ કરતા વાડીના પડામાં એક શખ્સ હાજર જોવામા આવેલ તેની પુછપરછ કરતા પોતાનુ નામ પિયુષ શંભુ રૈયાણી (ઉ.વ.૩૫ ધંધો–ખેતીકામ, રહે. ત્રંબા ગામ રામજી મંદીરની બાજુમાં રૈયારાજ મકાન) હોવાનું જણાવેલ હતું. જે બાદ પોલીસે વાડી બાબતે પુછતા તેના કાકા બાબુભાઇ રૈયાણીની કુલ વીધામાં વાડી આવેલ છે. જેમાં પોતે આંબા તથા ચીકુની બાગ હોય અને પોતે મજુરીથી આ બાગનુ સંચાલન કરવા ભાડેથી રાખેલ હોવાનું જણાવેલ હતું. વાડીમાં ગાંજાના વાવેતર બાબતે પુછતા પોતે અલગ અલગ ઝાડ – થડના ખામણામાં વચ્ચે છુટક–છુટક ગાંજાના છોડનું વાવેતર કરેલ હોવાનું જણાવેલ અને સેઢાની લગોલગ અલગ અલગ ખામણાઓ કરીને તેમાં અલગ અલગ ફળોના વૃક્ષો વાવેલા જોવામાં આવેલ જે વાવેતરમાં તપાસ અલગ અલગ ખામણાઓમાં વાવેલા વૃક્ષોના થડની સાથે ગાંજાના છોડ વાવેલા જોવામાં આવેલ હતાં. જે અલગ અલગ ખામણાઓમાં વાવેલા કુલ ૩૭ લીલા અણીદાર પાંદડા વાળા છોડનું વાવેતર કરેલ મળી આવેલ હતું. પોલીસે કુલ ૨૬ કિલો ગાંજો .૧૩ લાખ સહિત .૧૩.૧૦ લાખનો મુદામાલ સાથે આરોપીની ધરપકડ કરી તેની સામે એનડીપીએસની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી