BREAKING NEWS

માર્ક ઝકરબર્ગ હવે ગાયોને બીયર પીવડાવીને શ્રેષ્ઠ માંસ બનાવશે

  • June 29, 2026 02:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવા નવા ઇનીશીયેટીવ લેવામાં માહેર યુવા આઈકોન માર્ક ઝકરબર્ગ વધુ એક વાર તેમના નવા બિઝનેસના લીધે ચર્ચામાં આવ્યા છે. મેટા ચીફે જાહેરાત કરી છે કે તેઓ ગાયોને બીયર પીવડાવીને શ્રે માંસનું ઉત્પાદન કરશે. મેટા ચીફનો નવો બિઝનેસ આઈડિયા બધાને આશ્ચર્યચકિત કરી રહ્યો છે.
મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગની નવી બિઝનેસ યોજનાની સોશિયલ મીડિયા પર વ્યાપક ચર્ચા થઈ રહી છે. ઝુકરબર્ગે કહ્યું, મેં કાઉઈમાં કોઆલા રાંચ પર પશુઓ ઉછેરવાનું શ કયુ છે, અને મારી યોજના વિશ્વની શ્રે ગુણવત્તાવાળી બીફનું ઉત્પાદન કરવાની છે. હત્પં વાગ્યુ અને એંગસ પશુઓ ઉછેરી રહ્યો છું, જેને મેકાડેમિયા ભોજન અને બીયર અહીં જ રાંચ પર ઉકાળવામાં આવશે.ઝુકરબર્ગનું રેન્ચ યુએસ રાય હવાઈના કાઉઈ ટાપુ પર સ્થિત છે, જે ૧,૫૦૦ એકરમાં ફેલાયેલું છે. ઝકરબર્ગનું લય આ રેન્ચ પર વિશ્વનું શ્રે ગુણવત્તાવાળું બીફ ઉત્પન્ન કરવાનું છે. આ માટે, ઝુકરબર્ગ વાગ્યુ અને એંગસ ગાયોનો પણ ઉછેર કરી રહ્યા છે.માર્ક મને છે કે બીયર પશુઓની ભૂખ વધારીને બીફની ગુણવત્તામાં વધારો કરશે.
ફોબ્ર્સ અનુસાર, માર્ક ઝુકરબર્ગે ૨૦૧૪ માં હવાઇયન ટાપુ કાઉઇમાં ૧૦૦ મિલિયન ડોલરથી વધુ કિંમતની જમીન ખરીદી હતી. પોતાના નવા વ્યવસાયની તૈયારીઓ અંગે, ઝકરબર્ગે વધુમાં જણાવ્યું કે તેમની પુત્રીઓ મેકાડેમિયાના વૃક્ષો વાવી રહી છે. તેઓ તેમના પશુઓ માટે ઘાસચારો ઉગાડવા માટે મોટા વિસ્તારોમાં ખેતી કરવાની પણ યોજના ધરાવે છે. માર્ક કહે છે કે દરેક પશુ વાર્ષિક ૨.૩ થી ૪.૫ ટન ઘાસચારો વાપરે છે.માર્ક ઝકરબર્ગે એ પણ જાહેર કયુ કે મેકાડેમિયા બદામ પૂરા પાડવા ઉપરાંત, તેઓ તેમના ખેતરમાં પશુઓને બીયર પણ પીવડાવે છે. તેમનું માનવું છે કે બીયરથી ગાયોની ભૂખ વધે છે અને તેમને વધુ ચારો ખાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે, જેનાથી બીફની ગુણવત્તામાં સુધારો થાય છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News