સગીરાનું બબ્બે વખત અપહરણ કરી દુષ્કર્મ આચરનાર પરિણીત શખ્સને ૨૦ વર્ષની કેદ

  • June 04, 2025 02:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામકંડોરણા પંથકની સગીર છાત્રાનું બબ્બે વખત અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ત્રણ વર્ષ પહેલાંના ગુનામાં જેલહવાલે રહેલા ગોંડલના પરિણીત આરોપીને ધોરાજી કોર્ટે ૨૦ વર્ષની સજા અને રૂ.5,000નો દંડ અને મદદગારીના આરોપીને શંકાનો લાભ આપીને મુક્ત કરતો હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ જામકંડોરણા પંથકમાં રહેતી સગીરાને મૂળ ગોંડલના વતની અને રાજકોટમાં હુડકો ચોકડી પાસે રહેતા અભય ઉર્ફે સની ધીરુભાઈ ચૌહાણ નામના પરિણીત શખ્સે પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું. જે પોક્સો એકટના ગુનામાં ભોગ બનનાર સગીરા અને આરોપી ઝડપાઈ જતા આરોપીને ગોંડલ જેલ હવાલે કરાયો હતો, જ્યારે સગીરાને તેના માતા-પિતાને સોંપવામાં આવી હતી. આ ઘટના બાદ સગીરાને ગોંડલ છાત્રાલયમાં અભ્યાસ માટે મૂકવામાં આવી હતી. તે દરમિયાન પરિણીત પ્રેમીએ સગીરાને આપેલો મોબાઈલ ગૃહમાતાના હાથમાં આવી જતા સગીરા છાત્રાલયની દીવાલ ટપી જામીન ઉપર જેલ મુક્ત થયેલા પ્રેમી અને તેના મિત્ર સાગર સાથે ભાગી હતી. અને દિલ્હીમાં મકાન ભાડે રાખીને રહેતા હતા. જે અંગે ભોગ બનનારના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ભોગ બનનાર અને આરોપીને બાદમાં દિલ્હી ખાતેથી ઝડપી લઈ આરોપીને જેલહવાલે કર્યો હતો. જે કેસ ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજૂઆત બાદ સરકાર પક્ષે રોકાયેલા એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય પારેખ દ્વારા કરવામાં આવેલી દલીલો જેવી કે વડી અદાલતો ના ચુકાદાઓને ધ્યાનમાં લેવામાં આવે તો ભોગ બનનારનું નિવેદન માત્ર આરોપીને ઠરાવવા માટે પર્યાપ્ત છે. જેમાં ભોગ બનનારની ઉંમર બનાવના દિવસે માત્ર 16 વર્ષ અને 8 દિવસની છે. તેવા સંજોગોમાં સંતાનોના પિતા એવા આરોપીએ સગીરાનુ બબ્બે વખત અપહરણ કરી દુષ્કર્મ આચાર્યું છે, કાયદાની જોગવાઈ પ્રમાણે સગીરા પોતાનું ભલું બુરું વિચારી શકે નહીં અને તે સહમતિ આપવા માટે સક્ષમ કે સમર્થ પણ ગણી શકાય નહીં. માતા પિતાની મરજી વિરુદ્ધ વડી અદાલતો ના ચુકાદાઓને ધ્યાનમાં લેવામાં આવે તો ભોગ બનનાર નું નિવેદન માત્ર આરોપીને ઠરાવવા માટે પર્યાપ્ત છે. ભોગ બનનાર ની ઉંમર નિશાન પણે પુરવાર થયેલી છે અને તેણી બનાવનાર દિવસે 16 વર્ષ અને માત્ર 8 દિવસની છે. કાયદાની જોગવાઈ પ્રમાણે તે પોતાનું ભલું બુરું વિચારી શકે નહીં અને તે સહમતિ આપવા માટે સક્ષમ કે સમર્થ પણ ગણી શકાય નહીં. આ તમામ સંજોગો ધ્યાને લઈ અને આરોપીને તકસીરવાર ઠરાવી આકરી સજા કરવામાં કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી, જે ધ્યાને લઈ ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહીબુલ્લા શેખે આરોપી અભય ઉર્ફે સની ધીરુભાઈ ચૌહાણને 20 વર્ષની જેલસજા તથા રૂપિયા 5000 દંડ ફટકાર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application