BREAKING NEWS

જામનગર : નાના વાગુદડ સીમમાં ગળાફાંસો ખાઇ પરણીતાનો આપઘાત

  • November 24, 2025 01:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ધ્રોલ તાલુકાના નાના વાગુદડ સીમમાં રહેતી પરણીતાએ ગળાફાંસો ખાઇને જીવાદોરી ટુંકાવી લેતા શોકની લાગણી ફેલાઇ ગઇ છે. કસુવાવડ બાદ સંતાન થતા ન હોય જેથી આ બાબતનું મનમાં લાગી આવતા પગલુ ભરી લીધાનું પોલીસ ચોપડે જાહેર કરવામાં આવ્યુ છે. 


ધ્રોલ તાલુકાના નાના વાગુદડ ગામની સીમમાં રહેતા મધુબેન અશોકભાઇ વાઘેલા (ઉ.વ.૨૩) નામની પરણીતાને બે વખત કસુવાવડ થયેલ હોય અને સંતાન થતા ન હોય આ બાબતે અવાર નવાર મનમાં લાગી આવતુ હોય જેથી ગત તા. ૨૨ના બપોરના સુમારે પોતાના ઘરે દોરડા વડે પતરાના એન્ગલમાં ગળાફાંસો ખાઇ લેતા મૃત્યુ નિપજયુ હતું.
​​​​​​​

આ અંગે હાલ નાના વાગુદડ સીમ વિજયસિંહ જાડેજાની વાડી ખાતે રહેતા અશોક કાનાભાઇ વાઘેલાએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા વિગતોના આધારે તપાસ આગળ વધારવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application