રાજકોટ સ્થિત મારવાડી યુનિવર્સિટી, જે કયુએસ રેન્કિંગ અનુસાર ગુજરાતની ન.ં ૧ પ્રાઇવેટ યુનિવર્સિટી તરીકે સ્થાન ધરાવે છે, દ્રારા શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર સાથે . ૧૦૦૦ કરોડના ઇન્વેસ્ટમેન્ટ માટે મહત્વપૂર્ણ એમઓયુ કરવા માટે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે.
મારવાડી યુનિવર્સિટી હાલમાં એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, ફાર્મસી, લો, ફિઝિયોથેરાપી, નસિગ, સાયન્સ તથા કમ્પ્યુટર એપ્લિકેશન સહિતના વિવિધ અભ્યાસક્રમો સફળતાપૂર્વક ચલાવી રહી છે. યુનિવર્સિટીમાં હાલ વિશ્વના ૫૪ દેશો તથા ભારતના ૨૨ રાયોમાંથી આવેલા વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ઉત્તમ પ્લેસમેન્ટ રેકોર્ડ અને અત્યાધુનિક શિક્ષણ વ્યવસ્થાના કારણે મારવાડી યુનિવર્સિટી વિધાર્થીઓ માટે પ્રથમ પસંદગી બની છે.
ગત વર્ષે ઉપલબ્ધ સીટોની સરખામણીએ ૬૦૦૦ થી વધુ વિધાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા હતા. આ ઉપરાંત યુનિવર્સિટીમાં મેડિકલ, હોસ્પિટાલિટી, જર્નાલિઝમ જેવા નવા અભ્યાસક્રમો શ કરવાની તાતી જરિયાત ઉભી થઈ છે. હાલ યુનિવર્સિટીમાં ૪૫૦૦થી વધુ વિધાર્થીઓ હોસ્ટેલમાં નિવાસ કરે છે અને વધુ વિધાર્થીઓને હોસ્ટેલ સુવિધા મળી રહે તે માટે સતત માંગ ઊભી થઈ રહી છે.
માત્ર સૌરાષ્ટ્ર્ર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતનું નામ શિક્ષણ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે આગળ વધે તે હેતુથી, મારવાડી યુનિવર્સિટી દ્રારા નવા યુગની જરિયાતોને અનુપ અભ્યાસક્રમો શ કરવા માટે અધતન લેબોરેટરીઓ સાથેના નવા એકેડેમિક બ્લોકસ, આધુનિક સ્પોટર્સ કોમ્પ્લેકસ તથા નવી હોસ્ટેલોના નિર્માણ માટે . ૧૦૦૦ કરોડના ઇન્વેસ્ટમેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.શિક્ષણ પદ્ધતિમાં બદલાવને ધ્યાનમાં રાખીને, વિધાર્થી અને શિક્ષક વચ્ચે વધુ ઇન્ટરએકિટવ શીખણ શકય બને તેવા આધુનિક કલાસમ્સ, ઇનોવેશન અને સ્ટાર્ટઅપ માટે ૧૦,૦૦૦ સ્કવેર ફીટનું વિશેષ સેન્ટર તેમજ હાલ નોકરી કે વ્યવસાય કરતા વ્યકિતઓ માટે કન્ટિન્યુઈંગ એયુકેશન માટે અલગ શૈક્ષણિક બ્લોક પણ નિર્માણ કરવામાં આવશે.આ પ્રસંગે મારવાડી યુનિવર્સિટીના કો–ફાઉન્ડર અને વાઇસ પ્રેસિડેન્ટ જીતુભાઇ ચંદારાણાએ જણાવ્યું હતું કે, માં અને કેતનભાઇ મારવાડીનું સ્વપન હતું કે સૌરાષ્ટ્ર્ર માટે ગર્વ લઈ શકાય એવી યુનિવર્સિટી સ્થાપવી. આજે તે સ્વપન સાકાર થવા જઈ રહ્યું છે. આ હેતુસર નવી જમીન સંપાદિત કરવામાં આવી છે અને આગામી ત્રણ વર્ષમાં તમામ આધુનિક સુવિધાઓથી સ નવા શૈક્ષણિક બ્લોકસ અને ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર થઈ જશે. ગુજરાત સરકારનો અમને સંપૂર્ણ સહકાર મળ્યો છે અને આગળ પણ મળતો રહેશે. તેના બદલામાં અમે ગુજરાતનું નામ શિક્ષણ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે આગળ લાવવાની પ્રતિબદ્ધતા વ્યકત કરીએ છીએ.
આ ઇન્વેસ્ટમેન્ટના પરિણામે મારવાડી યુનિવર્સિટી ગુજરાતને ભારતના શિક્ષણ નકશા પર એક નવી ઓળખ આપશે. ખાસ નોંધનીય છે કે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ તારીખ ૧૧ અને ૧૨ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ મારવાડી યુનિવર્સિટી ખાતે યોજાવા જઈ રહી છે. આ અવસર દરમિયાન, મારવાડી યુનિવર્સિટી રાજકોટ કેમ્પસ ખાતે વધારાના ઇન્વેસ્ટમેન્ટ માટે શિક્ષણ વિભાગ સાથે . ૧૦૦૦ કરોડના એમઓયુકરવા માટે પ્રસ્તાવ રજૂ કરી હતી.
મારવાડી યુનિવર્સિટી વિશે ગુજરાતની અગ્રણી ખાનગી સંસ્થાઓમાંની એક તરીકે સ્થાપિત થયેલી મારવાડી યુનિવર્સિટી, અંડરગ્રેયુએટ, ગ્રેયુએટ તથા પોસ્ટ ગ્રેયુએટ સ્તરના કાર્યક્રમો દ્રારા વિશ્વસ્તરીય શિક્ષણ પ્રદાન કરવા પ્રતિબદ્ધ છે. એનબીએ માન્યતા અને એનએએસી એ ગ્રેડ સાથે, યુનિવર્સિટી શૈક્ષણિક ઉત્તમતા, રિસર્ચ એન્ડ ઇનોવેશન, તેમજ વિધાર્થીઓના સવાગી વિકાસ પર વિશેષ ભાર મૂકે છે.
એક મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે, મારવાડી યુનિવર્સિટીએ કયુએસ એશિયા યુનિવર્સિટી રેન્કિંગ્સ ૨૦૨૬ માં ૩૫૩મા ક્રમે સ્થાન મેળવી ઐતિહાસિક પદાર્પણ કયુ છે. આ સિદ્ધિ સાથે તે ગુજરાતની શ્રે ખાનગી યુનિવર્સિટી બની છે તેમજ એશિયાની સૌથી યુવા સંસ્થાઓમાંની એક તરીકે આ પ્રતિિ ત યાદીમાં સ્થાન મેળવ્યું છે. ઉપરાંત, યુનિવર્સિટીને એનઆઈઆરએફ દ્રારા ભારતની ટોચની ૧૫૦ યુનિવર્સિટીઓમાં સ્થાન આપવામાં આવ્યું છે.રાજકોટ ખાતે સ્થિત મારવાડી યુનિવર્સિટી, પ્રદેશ તેમજ તેના પરિધિની બહાર શિક્ષણક્ષેત્રે પરિવર્તન માટે સતત પ્રેરક શકિત બની રહી છે.