બાવળા નજીક આવેલી જાણીતી જી આર ઇન્ફ્રા કંપનીના પરિસરમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈ સ્થાનિકો અને સુરક્ષા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ ત્વરિત ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદથી 3 અને સ્થાનિક (બાવળા તથા ધોળકા) વિસ્તારમાંથી 3 મળી કુલ 6 ફાયર ફાઈટરની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
સ્વાતંત્ર્ય દિનની જાહેર રજા હોવાના કારણે કંપનીની અંદર કોઈ કામદારો કે કર્મચારીઓ હાજર ન હતા. ફેક્ટરી બંધ હોવાના કારણે એક મોટી જાનહાનિ અને દુર્ઘટના ટળી ગઈ છે, જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
આગ કયા કારણોસર લાગી જેમ કે શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણ તે અંગેની પ્રાથમિક વિગતો મેળવવા માટે ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ હોનારતમાં કંપનીમાં રહેલ માલ-સામાન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કેટલું નુકસાન થયું છે, તેનો સર્વે પણ કરવામાં આવી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application