મોરબીના જેતપર-પીપળી રોડ પર ઇટા મેકસ કારખાનામાં વિકરાળ આગ
મોરબીના જેતપર-પીપળી રોડ પર ઇટા મેકસ કારખાનામાં વિકરાળ આગ
May 15, 2026 06:32 AM
મોરબીના જેતપર- પીપળી રોડ પર આવેલ અને છેલ્લ ા ઘણા સમયથી બધં પડેલા ઈટા મેકસ કારખાનામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી મળતી માહિતી મુજબ, આ બધં કારખાનાનો ગોડાઉન તરીકે ઉપયોગ થતો હતો અને તેમાં પ્લાસ્ટિકની ખુરશીઓ તેમજ તેનું મટીરીયલ મોટી માત્રામાં રાખવામાં આવ્યું હતું. ફાયર વિભાગ દ્રારા આગની ભયાનકતાને ધ્યાનમાં લઈને તેને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો આગ પર નિયંત્રણ મેળવવા અને તેને વધુ વિસ્તારમાં ફેલાતી અટકાવવા માટે ૪ ફાયર ટેન્કરની મદદ લેવામાં આવી હતી. ફાયર ફાઈટરો દ્રારા સતત પાણીનો મારો ચલાવીને આગ પર સંપૂર્ણ કાબુ મેળવવાના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા