BREAKING NEWS

માયાભાઈ આહીરના પુત્ર જયરાજને આજે કોર્ટમાં રજૂ કરાશે, બગદાણા યુવક પર હુમલાના કેસમાં સંડોવણી સામે આવી

  • January 25, 2026 12:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બગદાણામાં નવતીન બાલધિયા નામના યુવક પર હુમલો થયો હતો. જેમાં નવનીત બાલધિયાએ લોક સાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. જેને લઈને રાજ્ય સરકારે SITની રચના કરી હતી. ગઈકાલે જયરાજ આહીરની SIT દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
જયરાજ આહીરને પૂછપરછ માટે ભાવનગર રેન્જ આઈજીની ઓફિસ બોલાવવામાં આવ્યો હતો. પૂછપરછ બાદ જયરાજ આહીરની ધરપકડ કરવામાં આવી હતી. SITને જયરાજ આહીરની સંડોવણીના પુરાવા પણ મળ્યા હોવાનું સામે આવ્યું છે.


રાત્રે જયરાજ આહિરનું મેડિકલ ચેકઅપ પણ કરાવ્યું 

ઉલ્લેખનીય છે કે નવનીત બલધિયાએ પહેલાથી જ જયરાજ આહીર પર આરોપ લગાવ્યા હતા અને બગદાણા કેસમાં કામ ઝડપી બને એ માટે SITની રચના કરવામાં આવી હતી અને SITને તપાસમાં જયરાજ આહીર વિરુદ્ધ પુરાવા મળી આવ્યા છે અને SIT એ ગઇકાલે રાત્રે જયરાજ આહિરનું મેડિકલ ચેકઅપ પણ કરાવ્યું હતું.


જયરાજની ત્રણ કલાકથી વધુ સમય સુધી સઘન પૂછપરછ કરવામાં આવી

અગાઉ પહેલી વખત જયરાજ આહીરની સાડા ત્રણ કલાક પૂછપરછ કરાઈ હતી. જયરાજ આહીરે આસઆઈટીને તપાસમાં સાથ-સહકાર આપવાની બાંહેધરી આપી છે. એસઆઈટીની તપાસ પર જયરાજ આહીરે સંતોષ વ્યક્ત કર્યો હતો.થોડા સમય અગાઉ ભાવનગરમાં નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસને લઈને રચાયેલી SIT દ્વારા તપાસને લઈ સૌથી મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં આજે SIT સમક્ષ હજાર થયેલ માયાભાઇ આહીરના પુત્ર જયરાજ આહીરની ત્રણ કલાકથી વધુ સમય સુધી સઘન પૂછપરછ કરવામાં આવી હતી. આ તરફ પૂછપરછ પૂર્ણ થયા બાદ જયરાજ આહીરે પ્રથમ વખત જાહેરમાં પોતાની પ્રતિક્રિયા આપી છે.


શું છે સમગ્ર મામલો?

આ કેસની વિગત એવી છે કે, બગદાણાના નવનીત બાલધિયા નામના કોળી યુવક પર આઠ શખસે 29 ડિસેમ્બર, 2025ના રાત્રિના હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા નવનીત બાલધિયાએ એક જાન્યુઆરીએ હીરા સોલંકી સાથેની મુલાકાત બાદ કહ્યું હતું કે મુંબઈના એક કાર્યક્રમમાં માયાભાઈ આહીરે બગદાણા ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે યોગેશભાઈ સાગરના નામનો ઉલ્લેખ કર્યો હતો, જેથી મેં માયાભાઈ આહીરને ફોન કરી જાણ કરી હતી કે બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કોઈ નથી.


જેથી માયાભાઈએ કહ્યું હતું કે, હું માફી માગતો વીડિયો મોકલી આપું છું. તેને વીડિયો મોકલતા મેં મારા ચાર પાંચ મિત્રોને મોકલ્યો હતો. માયાભાઈએ માફી માગતાં તેના પુત્ર જયરાજને લાગી આવ્યું હતું, જેથી તેને મને ફોન કરી મળવા માટે કહ્યું હતું. મેં માયાભાઈને માફી માગવા માટે કહ્યું ન હતું તેને જ સામેથી વીડિયો મોકલ્યો હતો. માયાભાઈ આહીરે માફીનો વીડિયો બનાવ્યો એટલે તેના પુત્ર જયરાજે આખું ષડયંત્ર રચ્યું છે. પોલીસ મારો કેસ ડાઇવર્ટ કરી રહી છે. મારી માગ છે કે આ લોકો જ્યારે મને મારતા હતા ત્યારે વીડિયો કોલ કરી કોની સાથે વાત કરતા હતા પોલીસ તેની તપાસ કરે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application