BREAKING NEWS

મેકમિલનની વોલમાર્ટમાં અદભુત સફર: ક્યારેક માત્ર રૂ. 585 મળતા: હાલ 2.8 લાખ પ્રતિ કલાકની કમાણી

  • January 13, 2026 02:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વોલમાર્ટ વિશ્વની સૌથી મોટી રિટેલ કંપની તરીકે ઓળખાય છે. અહીં અનેક કર્મચારીઓ સામાન્ય પગારથી કારકિર્દી શરૂ કરી ટોચના પદ સુધી પહોંચ્યા છે. તેવી જ એક પ્રેરણાદાયી કહાની છે ડગ મેકમિલનની, જેમણે વોલમાર્ટમાં માત્ર 17 વર્ષની ઉંમરે કામ શરૂ કર્યું અને આજે કંપનીના સીઈઓ તરીકે અબજો રૂપિયાનું પેકેજ મેળવે છે.


ડગ મેકમિલને 1984માં વોલમાર્ટમાં ટ્રેલર અનલોડર તરીકે નોકરી શરૂ કરી હતી. તે સમયે તેમને પ્રતિ કલાક માત્ર 6.50 ડોલર, એટલે કે આજના અંદાજે લગભગ 585 રૂપિયા મળતા હતા. કઠોર મહેનત, શિસ્ત અને સતત પ્રગતિની ભાવનાના કારણે તેઓ ધીમે ધીમે કંપનીમાં આગળ વધતા ગયા.


આજે ડગ મેકમિલન વોલમાર્ટના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) છે. મળતી માહિતી મુજબ, તેઓ પ્રતિ કલાક આશરે 2.8 લાખ રૂપિયા કમાઈ રહ્યા છે. જો વાર્ષિક આવકની વાત કરીએ તો વર્ષ 2024માં તેમનું કુલ પેકેજ લગભગ 1.4 કરોડ ડોલર (ભારતીય રૂપિયામાં અંદાજે 116 કરોડ રૂપિયા) રહ્યું છે. આ રકમમાં પગાર, બોનસ અને સ્ટોક ઓપ્શનનો સમાવેશ થાય છે.


મેકમિલનની આવકની તુલના જો સામાન્ય વોલમાર્ટ કર્મચારી સાથે કરીએ તો તફાવત ખૂબ મોટો છે. વોલમાર્ટના એક સામાન્ય કર્મચારીની સરેરાશ વાર્ષિક આવક આશરે 56 લાખ રૂપિયા છે, જ્યારે તે દિવસના લગભગ 20 કલાક કામ કરે છે. બીજી તરફ, મેકમિલન એટલી જ રકમ માત્ર થોડા કલાકોમાં કમાઈ લે છે.


આ અહેવાલમાં ટેક અને બિઝનેસ જગતના અન્ય દિગ્ગજોના પગારનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે, એપલના CEO ટિમ કુકની 2024ની આવક આશરે 6.14 કરોડ ડોલર, ટેસ્લાના CEO એલોન મસ્કની આવક લગભગ 14.8 કરોડ ડોલર, જ્યારે ડેલ્ટા એરલાઈન્સના CEO એડ બાસ્ટિયનનું પેકેજ પણ અબજો રૂપિયામાં છે.


ડગ મેકમિલનની સફર એ સાબિત કરે છે કે સંસ્થા પ્રત્યેની વફાદારી, મહેનત અને લાંબા ગાળાની દ્રષ્ટિથી કોઈપણ વ્યક્તિ ટોચ સુધી પહોંચી શકે છે. વોલમાર્ટમાં કામ કરનાર લાખો કર્મચારીઓ માટે તેમની કહાની એક મોટી પ્રેરણા બની રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application