BREAKING NEWS

ઉમિયા ચોક પાસે ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવતાં તબીબી છાત્ર સહિત ૪ ઝડપાયા

  • January 15, 2026 03:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહરેના દોઢસો ફૂટ રીંગરોડ પર ઉમિયા ચોક પાસે પ્રમુખનગર શેરીમાં જીવલેણ ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવનાર તબીબી છાત્ર સહિત ચાર યુવાનોને ઝડપી લઇ પોલીસે તેની સામે કાયદેસરની કરી હતી.

આ અંગે તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ રાકેશભાઈ અઘેરા ગઈકાલે ૧૧૨ પી.સી.આર.માં ઉતરાયણ તહેવારના બંદોબસ્તમાં ફરજ ઉપર હાજર હતા તે દરમિયાન પાંચેક વાગ્યે તાલુકા પોલીસ મથકના પીએસઓએ જાણ કરેલ કે, એક વ્યક્તિએ ફોનથી જણાવેલ છે કે, પ્રમુખનગર શેરી નં.૫ ઉમિયા ચોક ૧૫૦ ફુટ રીંગરોડ પર અમુક શખસો ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવે છે, તેવી માહિતી આપતાં તેઓ પ્રમુખનગર શેરી નં.૫ માં પહોંચ્યા હતા અને એક મકાન ઉપર ચાર શખસો ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવતા જોવા મળ્યાં હતા.

જે શખ્સોનું નામ પૂછતાં પ્રીન્સ પરેશ લખધીર (ઉ.વ.૨૦, ફાયર સેફટી મેનેજર, રહે.પ્રમુખનગર શેરી નં.૫ ઉમિયા ચોક), ક્રિશ પરેશ લખધીર (ઉ.વ.૨૪, રહે. પ્રમુખનગર શેરી નં .૫ ઉમિયા ચોક), રાજ ગીરીશ દાણીધારીયા (ઉ.વ.૨૬ , રહે. આર.કે.નગર મે.રોડ ગુરૂજીનગરની સામે શહિદ ભગતસિંહ ટાઉનશીપ), અને જયદિપ વલકુ રેણુકા (ઉ.વ.૨૦ અભ્યાસ, ફીઝીયોથેરાપી, રહે. નકલંક આશ્રમ પાસે, ન્યુ અંકુર સ્કુલની બાજુમાં મધુવન સોસાયટી, જેતપુર) હોવાનું જણાવ્યું હતું.

આ શખસ પૈકી પ્રિન્સના હાથમાં રહેલ ચાઈનીઝ દોરાની ફીરકી બાબતે પુછતાં ચાઈનીઝ ફિરકી સાથે પતંગ ચગાવતા હોવાનુ જણાવતા ચાઇનીઝ દોરીની ફીરકી ૧ કબજે કરી જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



સોરઠીયાવાડી સર્કલ પાસે ચાઇનીઝ દોરીની ત્રણ રીલ સાથે ધંધાર્થી ઝબ્બે

ભકિતનગર પોલીસ મથકના સ્ટાફે ચકિંગ દરમિયાન શહરેના સોરઠીયાવાડી સર્કલ પાસે હંગામા કુલ્ફી સામે જાહેરમાં પતંગ-દોરાનું વેચાણ કરનાર શખસને ત્યાં તપાસ કરતા ચાઇનીઝ દોરીની ત્રણ રીલ મળી આવી હતી.જેથી પોલીસે ધંધાર્થી પાર્થ મુકેશભાઇ માંડલીયા(ઉ.વ. ૨૭ રહે. રૈયાનાકા ટાવર બાલાજી એપાર્ટમેન્ટ) સામે જાહેરનામા ભંગ અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application