BREAKING NEWS

૪૦ વર્ષ પછી પોતાના અસલી 'હીરો' સાથે વાપસી કરશે મીનાક્ષી શેષાદ્રી

  • July 23, 2026 02:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દીગ્ગજ અભિનેત્રીઓની વાત કરવામાં આવે તો તેમાં મીનાક્ષી શેષાદ્રીનું નામ ચોક્કસપણે સામેલ થાય છે. ૮૦થી લઈને ૯૦ના દાયકા સુધી ફિલ્મોની હિટ મશીન ગણાતા મીનાક્ષી છેલ્લા કેટલાક સમયથી સિનેમા જગતમાં પોતાની વાપસી (કમબેક)ને લઈને ચર્ચાનો વિષય બન્યા છે.
હવે મીનાક્ષી શેષાદ્રીનું કમબેક કન્ફર્મ થઈ ગયું છે અને સારી વાત એ છે કે તેઓ જે પ્રોજેકટ દ્રારા ઈન્ડસ્ટ્રીમાં પુનરાગમન કરી રહ્યા છે, તેમાં તેઓ પોતાના સૌથી સફળ કો–સ્ટાર સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે.સિનેમામાં મીનાક્ષી શેષાદ્રીની વાપસીએ જબરી દર્શકોમાં જબરી ઉત્તેજના જગાવી છે.૪૦ વર્ષ બાદ પોતાના અસલી 'હીરો' જેકી શ્રોફ સાથે  મીનાક્ષી શેષાદ્રી કમ બેક કરશે.
હિન્દી સિનેમાની દિગ્ગજ અને લોકપ્રિય અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રી ના ચાહકો માટે એક મોટા અને ખુશખબર સામે આવ્યા છે. ૮૦ અને ૯૦ના દાયકામાં બોકસ આફિસ પર હિટ ફિલ્મોની લાઇન લગાવનાર મીનાક્ષી શેષાદ્રી લાંબા સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર રહ્યા બાદ હવે મનોરંજન જગતમાં વાપસી કરવા માટે સ થઈ ગયા છે. સૌથી ખાસ વાત એ છે કે તેઓ તેમની ડેબ્યૂ ફિલ્મ અને સૌથી સફળ કો–સ્ટાર એવા જેકી શ્રોફ સાથે ફરી એકવાર સ્ક્રીન શેર કરતા જોવા મળશે.
મીનાક્ષી શેષાદ્રીએ ૧૯૮૩માં 'પેઇન્ટર બાબુ' ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યેા હતો, પરંતુ તેમને સાચી ઓળખ અને સુપરસ્ટારડમ સુભાષ ઘાઈની બ્લોકબસ્ટર ફિલ્મ 'હીરો' થી મળ્યું હતું. આ ફિલ્મમાં જેકી શ્રોફ અને મીનાક્ષી શેષાદ્રીની જોડીને દર્શકોએ ખૂબ જ પ્રેમ આપ્યો હતો. ત્યારબાદ આ જોડીએ 'દહેલીઝ' અને 'અલ્લાહ રખા' જેવી સફળ ફિલ્મોમાં પણ સાથે કામ કયુ હતું. હવે લગભગ ૪૦ વર્ષના લાંબા વિરામ બાદ આ આઇકોનિક જોડી ફરી એકવાર દર્શકોનું મનોરંજન કરવા આવી રહી છે.
અહેવાલો અનુસાર, મુંબઈ પરત ફર્યા બાદ મીનાક્ષી શેષાદ્રી સારા પ્રોજેકટસની શોધમાં હતા. તેમણે જાણીતા ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડીયો ની આગામી વેબ સિરીઝ 'નાનાવટી વર્સિસ નાનાવટી' સાઇન કરી છે.
મીનાક્ષી પોતાના સમયની સૌથી સફળ અને ડિમાન્ડમાં રહેલી લીડ એકટ્રેસ ગણાતી હતી. તેમણે અમિતાભ બચ્ચનથી લઈને સની દેઓલ અને ઋષિ કપૂર જેવા દિગ્ગજ કલાકારો સાથે કામ કયુ હતું. તેમની શાનદાર ફિલ્મોમાં 'દામિની', 'ઘાયલ', 'ઘાતક', 'શાહેનશાહ', 'ઝુર્મ' અને 'હીરો' જેવી સુપરહિટ ફિલ્મોનો સમાવેશ થાય છે. પોતાની કારકિર્દીના પીક પોઇન્ટ પર લ બાદ તેમણે ઈન્ડસ્ટ્રી છોડી દીધી હતી.દિ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application