રાજકોટ શહેરમાં દિવાળીના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં સહી સલામત રીતે પ્રજાજનો ઉજવણી કરી શકે અને તહેવારો દરમિયાન ચોરી ચીલ ઝડપ બેગ લિફ્ટિંગ પીક પોકેટિંગ,જેવા બનાવો અટકાવવા તેમજ ગુના આચરતા તત્વો પરવો જ રાખવા ડીસીપી ઝોન વન ના અધ્યક્ષ સ્થાને ભક્તિનગર પોલીસ મથકમાં સોસાયટીઓના પ્રમુખો, જ્વેલર્સ સંચાલકો તેમજ આંગડિયા પેઢીના માલિકો સાથે તકેદારીના ભાગરૂપે એક બેઠક મીટીંગ ગોઠવવામાં આવી હતી.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા દ્વારા આગામી દિવાળીના તહેવારો ને ધ્યાનમાં રાખી તકેદારીના ભાગરૂપે ડીસીપી ઝોન વન હેતલ પટેલ ની અધ્યક્ષતામાં વિસ્તારના સોસાયટીના પ્રમુખો તેમજ જ્વેલર્સ ના વેપારી તેમજ આંગડિયા પેઢીના માલિકો સાથે ભક્તિનગર પોલીસ મથક ખાતે એક મિટિંગનું આયોજન કરવા આદેશ કર્યા હતા.
આ મીટીંગ દરમિયાન ડીસીપી ઝોન વન હેતલ પટેલ, પૂર્વ વિભાગના એસીપી બીવી જાદવ તેમજ ભક્તિનગર પોલીસ મથકના પીઆઇ મયુરધ્વજસિંહ સરવૈયા દ્વારા 40 જેટલા આંગડિયા પેઢીના માલિકો તેમજ જ્વેલર્સ ના વેપારીઓ અને સોસાયટીના પ્રમુખ સાથે મીટીંગ યોજવામાં આવી હતી જેમાં તમામને આગામી તહેવાર અનુલક્ષી તકેદારી રાખવા તેમજ રોકડ લેવડદેવડ અને સોના ચાંદીની ખરીદી થતી હોય જે દરમિયાન લૂંટ પીક પોકેટિંગ બેગ લિફ્ટિંગ જેવા બનાવો ન બને તે માટે તાકીદ કરવામાં આવી હતી.
પોલીસ દ્વારા તમામને અનુરોધ કરાયો હતો કે તહેવારો દરમિયાન તમને કોઈ પણ પ્રકારનો સહયોગ ની જરૂર હોય તો પોલીસનો સંપર્ક કરવા તેમજ કોઈપણ સ્થળે શંકાસ્પદ હિલચાલ લાગે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અનુરોધ કરાયો હતો.