BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા.૦૩ અને ૦૪ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ મેગા ડોક્યુમેન્ટ કલેક્શન કેમ્પનું આયોજન

  • January 02, 2026 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

NO MAPPING મતદારો માટે પુરાવા જમા કરાવવાની સુવિધા

મેગા કેમ્પનો મહત્તમ લાભ લેવા જિલ્લાના નાગરિકોને જિલ્લા ચૂંટણી અધિકારીનો અનુરોધ


મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) ૨૦૨૬ અંતર્ગત તમામ પાત્ર નાગરિકોને મતદાર યાદીમાં નામ નોંધણી, વિગતોની ચકાસણી તથા જરૂરી ફેરફાર કરવા માટે અપીલ કરવામાં આવે છે. “પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય, પાત્રતા ન ધરાવતા મતદાર સામેલ ન થાય” ના સંદેશ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

આ કાર્યક્રમ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેગા ડોક્યુમેન્ટ કલેક્શન કેમ્પ (ખાસ ઝુંબેશ) તા.૦૩/૦૧/૨૦૨૬ (શનિવાર) અને ૦૪/૦૧/૨૦૨૬ (રવિવાર)ના રોજ યોજાશે. આ દિવસોમાં નાગરિકો સવારે ૧૦.૦૦ થી સાંજે ૦૫.૦૦ વાગ્યા સુધી પોતાના વિસ્તારના મતદાન મથકની મુલાકાત લઈ મતદાર યાદીમાં પોતાનું નામ, વિગતો તથા ફોટો ચકાસી શકશે અને જરૂરી જણાય તો સુધારા માટે અરજી કરી શકશે.

મતદારો પાસેથી પુરાવા એકત્ર કરવા માટે ડોક્યુમેન્ટ કલેક્શન સેન્ટર જિલ્લા કક્ષાએ કલેક્ટર કચેરી ખંભાળિયા ખાતે તથા વિધાનસભા કક્ષાએ પ્રાંત કચેરીઓ તથા તમામ મામલતદાર કચેરીઓ ખાતે શરૂ કરવામાં આવ્યા છે. આ સેન્ટરો પર જાહેર રજાના દિવસો સિવાય કામકાજના દિવસોમાં કચેરી સમય દરમિયાન પુરાવા રજૂ કરી શકાશે. ખાસ કરીને NO MAPPING શ્રેણીના મતદારો તેમજ નવા મતદારોને ફોર્મ ભરવા માટે આ સેન્ટરનો મહત્તમ લાભ લેવા અપીલ કરાઈ છે.

મતદાર સંબંધિત સેવાઓ માટે વિવિધ ફોર્મ ઉપલબ્ધ છે. નવા મતદાર માટે ફોર્મ- ૬, મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે ફોર્મ- ૭ તથા સરનામું અથવા અન્ય વિગતોમાં ફેરફાર કરવા માટે ફોર્મ- ૮ ભરવાનું રહેશે. જેમની ઉંમર તા.૦૧-૦૧-૨૦૨૬ના રોજ ૧૮ વર્ષ કે તેથી વધુ થાય છે તેવા પાત્ર નાગરિકોને મતદારયાદીમાં નામ નોંધણી કરાવવા અનુરોધ છે.

મતદાર નોંધણી તથા ફેરફાર માટે ઓનલાઈન સેવાઓ તરીકે Voter Helpline મોબાઈલ એપ,www.voters.eci.gov.in ઉપલબ્ધ છે. ઉપરાંત રૂબરૂ સેવાઓ માટે કલેક્ટર કચેરી, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી તથા મતદાન મથક પર સંપર્ક કરી શકાશે. વધુ માહિતી માટે નાગરિકો હેલ્પલાઇન નં. ૧૯૫૦ પર સંપર્ક કરી શકે છે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી દેવભૂમિ દ્વારકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application