જામનગરના જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની ટ્રાફિકના પ્રશ્ને સતત ચિંતિત છે, ઉપરાંત અવિરત ટ્રાફિક ઝુંબેશ તેમજ નાઈટ કોમ્બિંગ કરીને ટ્રાફિક નિયમનનો ભંગ કારનારાઓ સામે કડક કાર્યવાહી કરાવી રહ્યા છે. જેના માટે જામનગર શહેર જિલ્લાનું પોલીસ તંત્ર છેલ્લા કેટલાક સમયથી સતત દોડતું રહ્યું છે. જે કવાયતના ભાગરૂપે પોલીસ વિભાગની મેગા ડ્રાઇવ યોજાઈ હતી. જુદા જુદા કેસો કરવામાં આવ્યા હતા, સંખ્યાબંધ વાહનચાલકો દંડાયા હતા ઉપરાંત હોટલ, ધાબા, ફાર્મહાઉસ, ધાર્મિક સ્થળો, પેટ્રોલ પમ્પ, બંદર, જેટી વિગેરે સ્થળોએ ચેકીંગ કરાયુ હતું.
જામનગરના એસપી ડો. રવિ મોહન સૈની જામનગરના શહેરી વિસ્તારમાં અલગ અલગ પોઇન્ટ પર ફર્યા હતા, અને વાહન ચેકિંગની સમગ્ર કાર્યવાહીનું જાત નિરીક્ષણ કર્યું હતું .
જામનગર શહેરના ડીવાયએસપી જે.એન. ઝાલા, ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી આર.બી. દેવધા, ઉપરાંત લાલપુરના આઈપીએસ અધિકારી પ્રતિભા વગેરે અધિકારીઓને સાથે રાખીને નાઈટ કોમ્બિંગ હાથ ધર્યું હતું, તેઓની સાથે એલસીબી ની ટુકડી અને એસ.ઓ.જી ની ટિમ પણ જોડાઈ હતી,

ઉપરાંત અલગ અલગ પોલીસ સ્ટેશનની ટીમ પણ ઝુંબેશ માં જોડાઈ હતી, અને શહેર જિલ્લામાં અનેક સ્થળો મોટા વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું. ડાર્ક ફિલ્મ વાળી કાર ના ચાલકો સામે દંડકીય કાર્યવાહી હાથ ધરી હતી, અને તેઓની કારમાંથી ડાર્ક ફિલ્મને સ્થળ પર જ હટાવી લેવાઇ હતી, સાથો સાથ દંડકીય કાર્યવાહી પણ હાથ ધરાઈ હતી. તે જ રીતે ડિં્રક એન ડ્રાઇવિંગ લાઇસન્સ વીના વાહન ચલાવવું, મોડીફાઇડ સાઇલેન્સર, સહિતના ટ્રાફિક નિયમન અંગેના અને કેસો કરવામાં આવ્યા હતા.
કેટલાક વાહનચાલકો દારૂનો નશો કરેલી હાલતમાં અને પોતાની કારમાં દારૂ રાખીને નીકળેલા મળી આવ્યા હોવાથી તેઓ સામે અલગથી કાર્યવાહી કરવામાં આવી હતી.
એસપીના સુપરવીઝન હેઠળ દિવાળીના સપરમાં દિવસો દરમ્યાન શહેર, જીલ્લામાં મેગા નાઇટ કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યુ હતું, જેમાં જીપીએકટ ૧૩૫ હેઠળ ૪ કેસ, એમવીએકટ ૧૮૫ના ૬ કેસ, પ્રોહીબીશનના ૧૫, એમવીએકટ ૨૦૭ મુજબ વાહનો ડીટેઇન, એનસી ૩૮ કેસ, હાજર દંડ ૪૪૪૦૦, વાહન ચેકીંગ ૧૦૦૭, હોટલ, ધાબા ૮૩, ફાર્મહાઉસ ૧૫ ચેક કરાયા હતા.
ઉપરાંત વ્હાઇટલ ઇન્સ્ટોલેશન જાહેર જગ્યા ૧૦૧ ચેક કરાઇ હતી, ૧૧૬ શકમંદ ઇસમોને ચેક કરાયા હતા તેમજ લિસ્ટેડ બુટલેગર, જાણીતા જુગારી, હિસ્ટ્રીશીટર, એમસીઆર ૯૮ ચેક, ૫ લેન્ડીંગ પોઇન્ટ, અવાવ જગ્યા, પેટ્રોલ પમ્પ, એટીએમ, ધાર્મિક સ્થળ મળી ૨૨૬ સ્થળોએ ચેકીંગ ઉપરાંત ૪૨ મજુરો ચેક કરાયા અને બંદર જેટીમાં ૭ સ્થળોએ ચેકીંગ કરવામાં આવ્યુ હતું.