BREAKING NEWS

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની સટાસટી વલસાડ અને નવસારીમાં જળબંબાકાર

  • July 21, 2026 05:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજ્યમાં 24 કલાકમાં 165 તાલુકાઓમાં વરસાદ નોંધાયો, સૌથી વધુ 8.19 પારડીમાં ઈંચ, ખેરગામમાં 7.95 ઈંચ, નાનાપોંઢા અને વાપીમાં 7.17 ઈંચ, વરસાડમાં 7.05 ઈંચ અને ધરમપુરમાં સાડા છ ઈંચ વરસાદ નોંધાયોગુજરાતમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન (ગઈકાલ સવારે છ થી આજે સવારે છ વાગ્યા સુધી) રાજ્યના 165 જેટલા તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મેઘરાજાએ ભારે બેટિંગ કરી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. વલસાડ અને નવસારી જિલ્લાના અનેક તાલુકાઓમાં ૭ થી ૮ ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં ૨૦૮ મીમી (૮.૧૯ ઇંચ) નોંધાયો છે. આ સિવાય નવસારીના ખેરગામમાં ૨૦૨ મીમી (૭.૯૫ ઇંચ) વરસાદ થયો છે. વલસાડના નાનાપોંઢા અને વાપી તાલુકામાં ૧૮૨ મીમી (૭.૧૭ ઇંચ), વલસાડ તાલુકામાં ૧૭૯ મીમી (૭.૦૫ ઇંચ) તેમજ ધરમપુરમાં ૧૬૫ મીમી (૬.૫૦ ઇંચ) વરસાદ વરસ્યો છે. નવસારીના જલાલપોરમાં ૧૫૫ મીમી (૬.૧૦ ઇંચ), ચીખલીમાં ૧૪૬ મીમી (૫.૭૫ ઇંચ), નવસારી શહેરમાં ૧૩૨ મીમી (૫.૨૦ ઇંચ) અને ગણદેવીમાં ૧૨૮ મીમી (૫.૦૪ ઇંચ) વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. સુરતના પલસાણામાં ૧૦૬ મીમી (૪.૧૭ ઇંચ), અંબિકામાં ૭૮ મીમી (૩.૦૭ ઇંચ), મહુવામાં ૭૩ મીમી (૨.૮૭ ઇંચ) અને બારડોલીમાં ૬૧ મીમી (૨.૪૦ ઇંચ) વરસાદ વરસ્યો છે. સુરત શહેરમાં પણ ૫૨ મીમી (૨.૦૫ ઇંચ) પાણી પડ્યું છે. ડાંગના વઘઈમાં ૮૭ મીમી (૩.૪૩ ઇંચ) અને ડાંગ-આહવા તેમજ તાપીના ડોલવણમાં ૭૨ મીમી (૨.૮૩ ઇંચ) વરસાદ થયો છે. મધ્ય ગુજરાતમાં પણ વરસાદી એન્ટ્રી જોવા મળી છે. ખેડા જિલ્લાના મહેમદાવાદ અને ભરૂચના નેત્રંગમાં ૪૧ મીમી (૧.૬૧ ઇંચ) વરસાદ વરસ્યો છે. ખેડા અને નડિયાદમાં અનુક્રમે ૩૯ મીમી અને ૩૦ મીમી વરસાદ નોંધાયો છે. બીજી તરફ, સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડ્યા છે. ભાવનગરના તળાજા, મહેસાણાના કડી અને જૂનાગઢના વિસાવદરમાં ૨૮ મીમી (૧.૧૦ ઇંચ) વરસાદ થયો છે. અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ અને પોરબંદરના પણ વિવિધ વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો છે. આજે સવારે છથી આઠ વાગ્યા દરમિયાન રાજ્યના 56 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ પલસાણામાં 1.57 ઈંચ, સુરત શહેરમાં 1.26 ઈંચ, બારડોલીમાં 1.18 ઈંચ અને ચિખલીમાં 1.18 ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે, વલસાડ અને નવસારી જેવા ભારે વરસાદ ધરાવતા વિસ્તારોમાં સ્થાનિક તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો પર નજર રાખવામાં આવી રહી છે. આગામી કલાકોમાં પણ હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application