BREAKING NEWS

રૈયાધાર વિસ્તારમાં એમડી ડ્રગ્સ સાથે કુખ્યાત હાંડા ગેંગનો શખસ ઝડપાયો

  • October 21, 2026 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રૈયાધાર વિસ્તારમાંથી મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે કુખ્યાત હાંડા ગેંગના શખસને એએનડબ્લ્યુ ટીમે ઝડપી લીધો હતો. પોલીસે આ શખસ પાસેથી 35 હજારના એમડી ડ્રગ્સ સહિત રૂ.૮૫ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જયારે ચોટીલાના સપ્લાયરને ઝડપી લેવા શોધખોળ શરૂ કરી છે.શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય મંડલિક દ્વારા શહેરી વિસ્તારમાં યુવાધનને નશાના રવાડે ચડતા અટકાવવા તથા નાર્કોટિક્સ પદાર્થનું વેચાણ અટકાવવા સે નો ટુ ડ્રગ્સ મિશન હેઠળ કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. જે સૂચના અનુસંધાને એન્ટી નાર્કોટિક્સ વિંગના પીઆઈ બી.બી. જાડેજા અને એસઓજી પીઆઈ એન.બી.ચૌધરીના રાહબરી હેઠળ પીએસઆઇ વી.વી. ધ્રાંગુના માર્ગદર્શન હેઠળ ટીમ વ્હેલી સવારે એન્ટી નાર્કોટિક્સ વિંગ ટીમને સંયુક્ત બાતમી મળી હતી કે, રૈયાધાર શાંતિનિકેતન મેઈન રોડ પર આકૃતિ ઓરા એપાર્ટમેન્ટની આગળ એક શખસ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે નીકળવાનો છે. જેથી ટીમે વોચ ગોઠવી હતી. દરમિયાન એક શંકાસ્પદ શખસ પસાર થતાં તેને કોર્ડન કરી જડતી કરતા તેની પાસેથી રૂ. 34,800 ની કિંમતનો 11.60 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યો હતો. જેથી એએનડબલ્યુ ટીમે ડ્રગ્સ, મોબાઈલ, જીજે 03 એલક્યુ 0016 નંબરનું એકટીવા અને રોકડ મળી કુલ રૂ. 85,100 ના મુદ્દામાલ સાથે રોહિત ઉર્ફે પિયુષ પરેશભાઈ ડાભી (ઉવ 26 રહે. રૈયાધાર દશામાના મંદિર પાસે, રાજકોટ)ની ધરપકડ કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ઝડપાયેલ શખસ રોહિત ડાભી ત્રણ દિવસ પૂર્વે ચોટીલાના મનોજ ચૌહાણ પાસેથી 20 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ લઈ આવ્યો હતો. રોહિત પોતે પણ બંધાણી હોય તેણે આશરે 8.40 ગ્રામ ડ્રગ્સનું સેવન કરી લીધું હતું, જ્યારે બાકીના જથ્થાનો છૂટકમાં વેપલો કરે તે પૂર્વે એએનડબલ્યુની ટીમે દરોડો પાડી તેને ઝડપી લીધો હતો. ઉલ્લેખનીય છે કે, ઝડપાયેલ શખસ રોહિત ડાભી કુખ્યાત હાંડા ગેંગનો સાગરીત છે અને તેના વિરુદ્ધ અગાઉ દારૂ, મારામારી, રાયોટ સહિતના ત્રણ ગુના નોંધાય ચૂક્યા છે.કામગીરી પીએસઆઈ વી.વી. ધ્રાંગુ, એએસઆઇ ઇન્દ્રસિંહ જાડેજા, ફિરોજભાઈ રાઠોડ, હેડ કોન્સ્ટેબલ મૌલિકભાઈ સાવલિયા, દિગ્વિજયસિંહ ગોહિલ, હાર્દિકસિંહ પરમાર, કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ ઝાલા, એલઆરડી જવાન નરેશભાઈ બારૈયા અને નિર્મળસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application