સ્વ. હેમતભાઇ રામભાઇ માડમ મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૧૮ વર્ષથી આહીર સમાજના ખેલાડીઓને પ્રોત્સાહીત કરવા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ છે. જેમાં ર૦ર૬ માં રામ ઇલેવન ગડુનો રોમાંચક વિજય થયો હતો.
તા. ૨૩ ડિસેમ્બર-૨૦૨૫ થી જામનગર-ખંભાળીયા બાયપાસ પાસે, ટી પોસ્ટ પાસેના મેદાનમાં આયોજીત આ ટુર્નામેન્ટમાં આહિર સમાજની ૧૧૨ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં રામ ઈલેવન ગડુ ટીમ અને શકિત-બી ઈલેવન, કચ્છ-ભુજ વચ્ચે ભારે રસાકસી ભર્યા ફાઈનલ મેચમાં રામ ઈલેવન ગડુનો રોમાંચક વિજય સાથે આ ટીમ ચેમ્પીયન થઈ હતી.
ફાઈનલ મેચ નિહાળવા અને ક્રિકેટ ખેલાડીઓને પ્રોત્સાહીત કરવા બહોળી સંખ્યામાં ક્રિકેટ પ્રેમી લોકો સવાર થી સાંજ સુધી ઉપસ્થિત રહયા હતા. ત્યારપછી યોજાયેલ ઈનામ વિતરણ અને સમાપન સમારોહમાં સ્વ. હેમતભાઈ રામભાઈ માડમ મેમોરીયલ ટ્રસ્ટના પ્રમુખ તથા સંસદ સભ્ય પુનમબેન માડમ, મુળુભાઈ બેરા-પૂર્વ મંત્રી અને ધારાસભ્ય તથા આહિર સમાજના અગ્રણીઓ સર્વેે દેવશીભાઈ પોસ્તરીયા, જામનગર બાર એસોસીએશનના પ્રમુખ ભરતભાઈ સુવા, આહિર સમાજ-જામનગરના પ્રમુખ રણમલભાઈ કાંબરીયા, અમદાવાદ આહિર સમાજના પ્રમુખ અરશીભાઈ આંબલીયા, ખંભાળીયા આહિર સમાજના પ્રમુખ સવદાસભાઈ, પૂર્વ ડે.મેયર પ્રવિણભાઈ માડમ અને કરશનભાઈ કરમુર, કોર્પોરેટરો કેશુભાઈ માડમ, કિશનભાઈ માડમ, રચનાબેન નંદાણીયા, જયોતીબેન ભારવાડીયા, રાહુલભાઈ બોરીચા તદઉપરાંત જીલ્લા-તાલુકા પંચાયતના સદસ્યો, સમાજ અગ્રણી રામદેભાઈ કંડોરીયા, ભરતભાઈ કવાડ, હીતેશભાઈ પીડારીયા, મસરીભાઈ નંદાણીયા, રામભાઈ દેથરીયા, કરણાભાઈ વાઢીયા, આલાભાઈ જોગલ, હેમતભાઈ જોગલ, નગાભાઈ ગાઘેર, વિક્રમભાઈ બેલા, પરબતભાઈ ભાદરકા, રમેશભાઈ કંડોરીયા, મહેશભાઈ નંદાણીયા, મહેશભાઈ વારોતરીયા, ભાવેશભાઈ ગાગીયા, દિલીપભાઈ હાથલીયા, લાલાભાઈ ગોરીયા, દેવદાનભાઈ જારીયા, વશરામભાઈ રાઠોડ, રમેશભાઈ ગાગીયા, કનુભાઈ મકવાણા, બિપીનભાઈ ખીમલીયા, મેરૂભાઈ માડમ, રાજુભાઈ ચોચા, પ્રભાતભાઈ ચાવડા વિગેરે આહિર અગ્રણીઓ ઉપરાંત બહોળી સંખ્યામાં પ્રેક્ષકો ઉપસ્થિત રહયા હતા.

ચેમ્પીયન ટીમ તથા રનર્સ અપ ટીમને આકર્ષક ટ્રોફી તથા રોકડ પુરસ્કાર તેમજ ઉપસ્થિત મહેમાનોના હસ્તે બન્ને ટીમોના ખેલાડીઓને ટ્રેકસુટ અને ટી-શર્ટ આપવામાં આવ્યા હતાં. મેન ઓફ ધી સીરીઝ, મેન ઓફ ધી ફાઈનલ મેચ, બેસ્ટ બેટસમેન, બેસ્ટ બોલર, એમ્પાયરો, કોમેન્ટેટર, સ્કો૨૨ અને ગ્રાઉન્ડ મેન તેમજ પીચ કયુરેટરને રોકડ પુરસ્કારો આપી પ્રોત્સાહીત કરાયા હતા.
સંસદસભ્ય પૂનમબેન માડમે પ્રાસંગિક પ્રવચન કરી ૧૯ દિવસથી ચાલતી આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર સર્વે ખેલાડીઓને તેમજ આહિર એકટીવ ગ્રુપના સર્વે સદસ્યોને સફળ આયોજન બદલ બિરદાવી અભિનંદન પાઠવેલ. તેમજ સ્વ.હેમતભાઈ માડમની સ્મૃતિમાં સને ૨૦૦૮ થી પ્રતિ દર વર્ષે યોજાતી આહિર સમાજના ખેલાડીઓ માટેની આ ક્રિકેટ ટુર્નામેન્ટનું ખૂબ જ સુંદર આયોજન આહિર એકટીવ ગ્રુપના યુવા સદસ્યો દ્રારા કરવામાં આવેલ હતુ, જે આયોજન સફળતાપૂર્વક સંમ્પન્ન થયેલ.